એસ.ટી.નું સુકાન પરપ્રાંતિય અધિકારીઓના હાથમાં ગયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસટીખાતાંની 51માંથી માત્ર 9 માંગણીઓ સંતોષવાની ખાત્રી મળ્યા પછી તેના અમલના કોઇ સંકેતો દેખાતા હોવાના મુદ્દે એસટી કર્મચારીઓમાં ફરી એકવાર છૂપો ગણગણાટ ચાલુ થઇ ગયો છે. હવે ચર્ચા એવી શરૂ થઇ છે કે જીએસઆરટીસીમાં નિર્ણાયક સત્તા ધરાવતા તમામ ઉચ્ચ અધિકારી�ઓ પરપ્રાંતિય હોવાને કારણે તેઓ લોકલ પ્રશ્નો સમજી શકતા નથી પરિણામે એસટીના પ્રશ્નોનો ઉકેલ જલ્દી આવતો નથી, તેવી ચર્ચા એસટી કર્મચારીઓના મંડળોમાં છે.

ઉલ્લેખનીય છે કે જીએસઆરટીસીમાં અત્યારે એમડી, બે જોઇન્ટ એમડી, ચિફ એકાઉન્ટન્ટ સહિતના પાંચ જેટલા કી પોઝીશન ધરાવતા અધિકારીઓ બહારના રાજ્યના છે. એસટી કર્મચારી�ઓના મંડળોના અગ્રણીઓમાં ચર્ચા છે કે અધિકારીઓ બહારના રાજ્યના હોવાને કારણે લોકલ એટમોસ્ફીયર સાથે ઝડપથી ભળી શકતા નથી, લોકલ સમસ્યાઓને સારી રીતે સમજી શકતા નથી, સ્થાનિક ભાષાની સમજનું કોઇ ઊંડાણ પણ તેમનામાં હોતું નથી. પરિણામે તેઓ કર્મચારીઓની સમસ્યાના હાર્દ સુધી યોગ્ય ઝડપે પહોંચી શકતા નથી. ઉલ્લેખનીય છે કે એસટી કર્મચારીઓની માંગણી સંતોષાઇ હોવાનું જાહેર થયા પછી પણ તેના અમલ જેવું કંઇ હજી પણ દેખાતું નહીં હોવાને કારણે કેટલાક એસટી કર્મચારી મંડળોના નેતાઓમાં ચર્ચા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...