તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • નવી કારની હવે નંબર પ્લેટ સાથે શો રૂમમાંથી ડિલિવરી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી કારની હવે નંબર પ્લેટ સાથે શો રૂમમાંથી ડિલિવરી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંઅમદાવાદ સહિત અનેક શહેરોમાં વાહનોની હાઇ સિક્યોરિટી નંબર પ્લેટમાં હજારોની સંખ્યામાં બેકલોગ અને નંબર પ્લેટ લગાવવામાં વાહનચાલકોની બેદરકારીને કારણે સર્જાતી સમસ્યા દૂર કરવા માટે હવે નવા તમામ વાહનોને શો રૂમમાંથી ડિલિવરી આપતી વખતે નંબર પ્લેટ ફિટ કરીને આપવાનો નવો નિયમ

...અનુસંધાનપાના નં.11



અમલીબનાવવામાં આવનાર છે. એકાદ અઠવાડિયામાં વન ડે સિસ્ટમ શરૂ થાય તેવી શક્યતા છે.

વાહન વ્યવહાર વિભાગ દ્વારા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વિવિધ કંપનીના ડીલરો સાથે બેઠક યોજીને નવી પદ્ધતિ માટે કવાયત પૂરી કરાઇ છે. નવું વાહન ખરીદવામાં આવે ત્યારે મોટેભાગે ડીલરો દ્વારા આરટીઓમાં રોડ ટેક્સ ભરવામાં આવતો હોય છે. ટેક્સ ભરાય તે દિવસે તે વાહનનું રજિસ્ટ્રેશન પણ થઇ જશે અને તેમને તે દિવસે નવા નંબર સાથેની પ્લેટ મળી જશે. જેથી વાહનની ડિલિવરી પહેલા શોરૂમ દ્વારા હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવી દેવાની રહેશે.

નવી પદ્ધતિની સાથે ટેમ્પરરી નંબર ફાળવવાની પ્રથા પણ બંધ કરી દેવામાં આવશે. માત્ર જે વાહનચાલકને પસંદગીનો નંબર જોઇતો હશે તેને નંબરની હરાજી કે પસંદગીની પ્રક્રિયા સુધી ટેમ્પરરી નંબર ફાળવવામાં આવશે.

વાહન વ્યવહારમંત્રી વલ્લભ કાકડિયાએ કહ્યું કે, નંબર પ્લેટનો બેકલોગ વધે નહીં અને તમામ ગાડીને શરૂઆતથી નંબર પ્લેટ મળી જાય તે માટે નવી પદ્ધતિ અંગે વિચારણા શરૂ કરી છે. શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે અને તે પછી સમગ્ર રાજ્યમાં પદ્ધતિ અમલી બનાવાશે.

જો કે અંગે ભાવનગર આરટીઓ અશોક પટેલ તથા આજના ઇન્ચાર્જ આરટીઓ અંકિત શાહને પૂછતાં તેઓએ કહ્યું કે પ્રકારની વ્યવસ્થા અંગે છેલ્લા કટલાક સમયથી વિચારણા થઇ રહી છે પરંતુ આજની તારીખ સુધીમાં અંગે ભાવનગર આરટીઓ કચેરીને કોઇ સત્તાવાર સુચના મળી નથી.

5.50 લાખ નંબર પ્લેટ લગાવવાની બાકી

રાજ્યમાંહાઇસિક્યોરિટી નંબર પ્લેટનો બેકલોગ સાડા પાંચ લાખ જેટલો છે. આરટીઓ કચેરી દ્વારા શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ ઘણીવાર વાહનચાલકો પણ આરટીઓમાંથી એપોઇન્ટમેન્ટ મળી હોવા છતાં મહિનાઓ સુધી નંબરપ્લેટ લગાવવા આવતા નથી જેના કારણે બેકલોગ વધતો જાય છે. સ્થિતિ નિવારવા આરટીઓ કચેરી દ્વારા વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ પણ હાથ ધરાશે.

RTOનોટ્રેક નહીં ડ્રાઇવિંગ સુધારવાની પણ જરૂર

અમદાવાદસહિતની આરટીઓ કચેરીમાં લાઈસન્સ માટે બનાવાયેલા ટ્રેકમાં ખામીને કારણે મોટાભાગના વાહનચાલકો ફેઇલ થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વાહન વ્યવહાર મંત્રી વલ્લભ ...અનુસંધાનપાના નં.11



કાકડિયાએકહ્યું કે, ટ્રેકમાં ખામી તો અમે સુધારીશું પરંતુ એવું પણ જણાયું છે કે ટેસ્ટ આપવા આવતા અનેક વાહનચાલકોને વાહન રીવર્સમાં લેવા કે ઢાળ ચડાવવા સહિતનું પૂરું ડ્રાઇવિંગ શિખવવામાં આવ્યું નથી. જેથી રાજ્યની તમામ ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોને પણ તેમને ત્યાં શીખવા આવતા વાહનચાલકોને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવા સૂચના અપાઇ છે.

તમામ જિલ્લાઓમાં નંબર પ્લેટ માટે વન ડે સિસ્ટમ આવશે ટેમ્પરરી નંબરની સિસ્ટમ બંધ : ભાવનગરમાં હજુ સૂચના નથી

િનર્ણય | ટેક્સ ભરતાની સાથે ડીલરોને નંબર પ્લેટ મળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો