તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ બળપ્રયોગ સામે પાટીદારોનો રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર |ભાવનગર | 12 સપ્ટેમ્બર

પ્રદેશભાજપ પ્રમુખના અભિવાદન સમારોહ દરમિયાન જય સરદાર, જય પાટીદારના નારા લગાવતા પાટીદાર યુવાન પર પોલીસે કરેલા બળપ્રયોગ બદલ પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જેના િવરોધમાં આજે હિરાબજાર બંધ રહેવા સાથે વિશાળ રેલી સાથે પાટીદાર સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસદમન િવરોધના પાટીદારોના આંદોલને કોંગ્રેસ અને આપએ ટેકો આપી જોડાયા હતા.

ભાવનગર ખાતે ગઈકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના અભિવાદન સમારોહ પૂર્વે દલિત સમાજના કોંગ્રેસના અગ્રણી અને કોર્પોેરેટરની ધરપકડ કરી હતી. પરંતુ અભિવાદન સમારોહ દરમિયાન પાટીદાર યુવાન કેયુર શંભુભાઈ મોરડીયાએ ઉભા થઈ જય સરદાર, જય પાટીદારના નારા લગાવતા પોલીસે તેની ધરપકડ કરી ઢોર માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતે સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મોડીરાત્રિ સુધી પાટીદારોના ટોળા ઉમટ્યા હતા.

જ્યારે પાટીદાર પર પોલીસ દમનના વિરોધમાં આજે શહેરની મુખ્ય હીરાબજાર બંધ રહી હતી અને પાટીદારોની વિશાળ રેલી નિકળી હતી તેમજ પાટીદાર પર દમન ગુજારનાર જવાબદાર પોલીસ અધિકારી અને ગુન્હેગારોને ધરપકડ કરી તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરી સમગ્ર બનાવની િનષ્પક્ષ તપાસ એટલે ભાવનગર િજલ્લા પોલીસ અધિકારી સિવાયના એડિશનલ ડી.જી.કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ સાથે કલેકટરને પાટીદાર અનામત સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી 24 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસની ચિમકી આપી હતી. મોતીબાગ ખાતે યોજાયેલ સભામાં પાસના આગેવાનો ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, આપના ડો.કનુભાઈ કળસરીયાએ રોષ ઠાલવ્યો હતો અને પાટીદાર આંદોલનને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો હતો.

પોલીસ દમન વિરૂદ્ધમાં બોટાદ હીરાબજાર બંધ

ભાવનગરખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અભિવાદન સમારોહમાં પાટીદાર યુવાનો દ્વારા જય સરદારના નારા લગાવતા પોલીસ દ્વારા પાટીદારને માર મારતા બોટાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હિરાબજાર બંધનું એલાન આપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બોટાદ પાસના કન્વીનર િદલીપ સાબવાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ િદવસથી આગેવાનો પોતાનો રાજકીય રોટલો શેકવા અભિવાદન કાર્યક્રમ યોજી રહ્યા છે.

હીરાબજાર બંધ વચ્ચે લોકરો શરૂ રહ્યા

ભાવનગરશહેરમાં આજે હીરાબજાર બંધના એલાન વચ્ચે મણીરત્ન અને ક્રિસ્ટલ બિલ્ડીંગમાં હીરાબજાર અને લોકર શરૂ રહ્યા હતા. જોકે તંગ વાતાવરણને કારણે પોલીસ રક્ષણ સાથે લોકર શરૂ રહ્યા હતા.

પોલીસે બળનો પ્રયોગ કર્યો છે તેવા આક્ષેપો સાથે પાટીદારોની આજે સ્કૂટર રેલી હીરાબજારથી નીકળી હતી. કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું. જ્યારે ઇનસેટ તસવીરમાં હીરાબજારની બંધ દુકાનો નજરે પડે છે. તસવીર- અજય ઠક્કર

ગુરૂવારથી ચાર દિવસ પાટીદારોના ધરણા

મુખ્યમંત્રીઅને પ્રદેશ ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહમાં જય સરદારના નારા કરનાર પાટીદાર યુવાન સાથે અમાનવીય કૃત્ય કરનાર પોલીસ અધિકારીઓ સામે પગલા નહીં લેવાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી ગુરૂવારથી રવિવાર સુધી કલેકટર કચેરીએ પ્રતિક ધરણા યોજવાનું પાસન કન્વિનર નિતીન ઘેલાણીએ જણાવ્યું હતું.

પ્રદેશ ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહમાં જય સરદારના નારા લગાવતા પાટીદાર યુવાનને પોલીસે માર મારતા હીરાબજાર બંધ : વિશાળ રેલી સાથે કલેકટરને આવેદન પાઠવાયું

આંદોલન | પાટીદાર આંદોલનને કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ જાહેર કરેલો ટેકો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો