તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 10-12ના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચન્દ્રેશ્વરમહેતા ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા તા. 18 સપ્ટેમ્બરના રોજ રંગોલીપાર્ક ખાતે રાજયપાલ �ઓ.પી. કોહલી તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

ચન્દ્રેશ્વર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ આગામી તા. 18-9-2016 ને રવિવારના રોજ બપોરે 3-15 કલાકે વરતેજ નજીક આવેલા રંગોલી પાર્કના ડાયમંડહોલમાં તેજસ્વી તારલા�ઓનો અભિવાદન સમારોહ યોજાશે.

રાજયના રાજયપાલ ઓ.પી. કોહલી,સી.એસ.એમ.સી.આર.આઇ.ના ફોર્મર ડિરેકટર ડો. પી.કે. ઘોષ, કલેકટર બી.એન. પાની વ.ની વિશેષ ઉપસ્થિતીમાં યોજાનારા અા કાર્યક્રમમાં સંસદીય સચીવ વિભાવરીબહેન દવે, સાંસદ ડો. ભારતીબહેન શિયાળ અને ધારાસભ્ય ડો. ટી.ડી. માણીયા વ. પણ હાજર રહેશે.

અવસરે લેવાયેલી ધો.10 ના ગણિત વિષયની પરીક્ષામાં તેમજ ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ)ની મેથેમેટીકસ, ફિઝીકસ, કેમીસ્ટ્રી અને બાયોલોજી વ. વિષયની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માિનત કરવામાં આવશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

ચન્દ્રેશ્વર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

રાજયપાલ અો. પી. કોહલી સહિતના

મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને નવાજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો