તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યશવંતરાયમાં કિડનીના રોગ અંગેનો સેમિનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્તમાનસમયમાં જીવવાની કાર્યશૈલીને કારણે કીડનીના રોગોમાં વધારો થતો જાય છે. ત્યારે િદવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર, સ્ટેટ બેંક ઓફ ઈિન્ડ્યા કર્મચારી પરિવાર, ભાવનગર મેડીકલ એસોિસએશન, ઈનરવ્હીલ કલબ, ઈન્ડિયા રિનલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તા.18ને રાત્રિના 9-30 કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે કીડીનીના રોગો અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાનાર િકડનીના રોગો અંગેના સેમિનારમાં રાજકોટ નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયા કિડની ફેલ્યર સાવચેતી અને સારવાર અંગે

ભાવનગરના નેફ્રોલોજીસ્ટ ડો.દિપક સાબુ, કિડનીના રોગો િવશે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો, રાજકોટના યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી પથરીથી કઈ રીતે બચવું, ભાવનગરના યુરોલોજીસ્ટ ડો.નિમિત ઓઝા િકડની પથરીના લક્ષણો અને સારવાર, અમદાવાદના યુરોલોજીસ્ટ ડો.કેતન શુકલ પ્રોસ્ટેટ અને તેની આધુનિક સારવાર વગેરે વિષયો પર માર્ગદર્શન આપશે. તેમજ આઈ.એમ.એ.નાં પ્રમુખ ડો.ચિન્મય શાહ પ્રાસંગિક ઉદ્દબોધન કરશે. કિડની સંદર્ભના મહત્વના સેમિનારનો નગરજનોને લાભ લેવા અનુરોધ કર્યો છે.

તજજ્ઞો દ્વારા અપાશે માર્ગદર્શન

સૌરાષ્ટ્ર સમાચાર, SBI,IMA, ઈનરવ્હીલ, ઈન્ડિયા િરનલ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો