તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષામાં ભાડાની હોડ, મોત તરફની દોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર | 12 સપ્ટેમ્બર

શહેરમાંટ્રાિફક પોલીસ પોતાની સેવાને ભૂલીને અથવા તો પોતાની જવાબદારીની ઐસી કી તૈસી કરીને ફરજમાં ભાન ભૂલીને માત્રને માત્ર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં રસ દાખવતા હોય છે. જોકે કદાચિત ટ્રાિફક પોલીસને પણ દંડનો ટાર્ગેટ અપાતો હશે ? અને ફરજિયાત અમુક વાહનોને દંડ ફટકારવા જણાવતા હશે. તેથી જુદા જુદા ટ્રાિફક પોઇન્ટ પરના ટ્રાિફક પોલીસ રસીદ ફાડી વાહન ચાલકોને ફટકારતા નજરે પડતા હોય છે.

બીજી બાજુ ખાસ કરને મોટી રિક્ષાના ચાલકો જેને શટલ રિક્ષા કહેવાય છે. આવા રિક્ષા ચાલકે માત્ર રૂ. પાંચના ભાડા માટે રસ્તામાં ગમે ત્યાં, ગમે તેવા ટ્રાિફકમાં અને રસ્તાની વચ્ચો વચ્ચ મુસાફરોને લેવા માટે પોતાનું વાહન અચાનક બ્રેક મારી દેતા તેની પાછળ ચાલતા વાહન ચાલકો અચાનક રિક્ષા ઉભી રહેતા પોતાના વાહનનો કાબુ ગુમાવી બેસે છે. અથવા તો આગળની રિક્ષા સાથે અથડાય જાય છે. અચાનક બ્રેક લાગતા અને આડેધડ રિક્ષા ઉભી કરી દેવાતા પાછળ વાહનોની લાઇનો લાગી જાય છે અને ટ્રાિફક જામ થઇ જાય છે. જે રિક્ષા ઉભી રખાય છે. આવા રિક્ષા ચાલકોએ પેસેન્જરને ભલે બેસાડે પરંતુ તેણે માત્ર ભાડાનો નહીં પાછળ આવતા વાહન ચાલકો અને પોતાની રિક્ષામાં બેઠેલા મુસાફરોનો પણ િવચાર કરવો જોઇએ અને તે પ્રમાણે સમજી િવચારી રસ્તાની અેક બાજુ ટ્રાિફકને અડચણરૂપ બને તે પ્રમાણે પોતાનું વાહન ઉભુ રાખવું જોઇએ. જેથી નાના-મોટા અકસ્માતો અને ટ્રાિફકજામના પ્રશ્ન ઉભાે થાય આવું છાટા હાથીનું છે. તેના ચાલકોએ પણ ગતિ મર્યાદા અને ટ્રાફિકનો િવચાર કરી પોતાનું વાહન ચલાવવું જોઇએ.

સિટી બસ સ્ટેન્ડ છે ત્યાં રિક્ષા સ્ટેન્ડ આપવા રજૂઆત કરી છે

^શહેરમાં10 વર્ષ પૂર્વે ભાવનગર મહાનગર પાિલકા મદદનીશ માિહતી અધિકારી અને કાર્યપાલક ઇજનેર રોડઝ િવભાગ દ્વારા શહેરના ગંગાજળિયા તળાવમાં 24 અને 12 એમ 36 રિક્ષા માટેનું સ્ટેન્ડ ફાળવવામાં આવેલ. પરંતુ તે હવે વસ્તી અને વાહનની દ્રષ્ટિએ વાહનો વધતા ઓછા પડે છે. માટે રિક્ષા સ્ટેન્ડ વધારવા ઉપરાંત જ્યાં સિટી બસ સ્ટેન્ડ ફાળવવા ભાવનગર મ્યુ. કમિશનરને રજૂઆત કરાઇ છે. >ભાવનાબેનજે. રાવલ, પ્રમુખ,ભાવનગર િજલ્લા રિક્ષા ડ્રાઇવર સંગઠન

ઉચ્ચ પોલીસ અધિકારી જેવો ટ્રાફિક િબ્રગેડરનો રોફ

શહેરમાંછેલ્લા કેટલાક સમયથી ટ્રાિફક પોલીસ કરતા બ્રિગેડીયરનો રોફ વાહન ચાલકોને વધુ સહન કરવો પડે છે. ટ્રાિફક ચાલકોને વધુ સહન કરવો પડે છે. શહેરમાં આવેલા ટ્રાિફક પોઇન્ટ ઉપર ટ્રાિફક પોલીસની સાથે બ્રિગેડરો ફરજ પર રહે છે. પરંતુ ટ્રાિફક પોલીસનું મોટાભાગનું કામ બ્રિગેડરો કરતા હોવાથી પેલી કહેવત જેવું થાય છે. ‘ચા કરતા કીટલી ગરમ’ મોટા ભાગના િબ્રગેડરો ઉચ્ચ પોલીસ અધિકારી કરતાય પોતે મહાન હોય તેવો રોફ વાહન ચાલકો પર જમાવતા હોય છે. રસ્તામાં ગમે ત્યારે ગમે ત્યાં વાહનની આડે ડંડો ઉગામતા વાહન ચાલકે ફરજિયાત વાહન ઉભુ રાખવું પડે છે. વાહન ઉભુ રખાતા િબ્રગેડર વાહનની ચાવી લઇ લે છે અને ચાલકની વાત સાંભળ્યા વગર તેને દંડની પાવતી આપી દેવાય છે. જોકે ટ્રાિફક પોલીસને રિક્ષા કે છોટા હાથી નજરે પડતા નથી. માત્ર ટુ વ્હીલર ચાલકો િનયમ ભંગ કરતા હોય તેમ દંડ વસૂલાય છે.

રિક્ષા ચાલકો પેસેન્જર ભરવા ગમે ત્યાં પોતાનું વાહન ઉભુ રાખી કરે છે ટ્રાિફક જામ

પરેશાની | ભાવનગર શહેરમાં ટ્રાફિક પોલીસને માત્ર દંડ વસૂલવામાં રસ

^શહેરમાં ખાસ કરીને રિક્ષા ચાલકો અને છોટા હાથી વાહન ચાલકો ટ્રાિફકના િનયમોનું ઉલ્લંઘન કરતા હોય છે. તેઓ સામે અવારનવાર ટ્રાિફક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને ફરિયાદ મળે જરૂર કાર્યવાહી કરીશું. >જે.જી.પટેલ, પી.આઇ.ટ્રાિફક શાખા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો