તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધામાં 800 કૃતિઓ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ભાવનગર યુનિટ દ્વારા દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારની મીડીયા પાર્ટનરશીપ સાથે સતત બીજા વર્ષે ગુજરાત રાજ્ય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.12 સપ્ટેમ્બરથી તા.23 સપ્ટેમ્બર હતી અને દિવસો દરમિયાન પ્રવાસ, ભારતીય લોકમેળાઓ અને ફોટોશોપના ઉપયોગ સાથે રચનાત્મક ફોટો ત્રણ વિષયો સાથે કુલ 166 સ્પર્ધકો ઉમંગભેર સ્પર્ધામાં જોડાયા છે અને કુલ 800થી વધુ કૃતિઓ મળી છે.

સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિયને ઇનામ તેમજ પાંચ પ્રોત્સાહક સર્ટિફીકેટ આપવામાં આવશે. ઉપરાંત ભાવનગરના સ્થાનિક સ્તરે સ્પર્ધકો હશે તેમાં શ્રેષ્ઠ ફોટા માટે એક અલગથી ઇનામ આપવામાં આવશે. સ્પર્ધાનું પરિણામ તા.3 ઓક્ટોબરને સોમવારે જાહેર કરવામાં આવશે. વિજેતા ફોટોગ્રાફ્સ તેમજ બીજા પસંદગી પાકેલા ચુનંદા ફોટોગ્રાફસનું પ્રદર્શન તા.15 ઓક્ટોબર અને 16 ઓક્ટોબર, બે દિવસ ઘરશાળા બાળ મંદિરમાં યોજવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતના ફોટોગ્રાફર્સ ભાગ લેશે. વિજેતા સ્પર્ધકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ તા.16 અોક્ટોબરને રવિવારે સાંજે 5 કલાકે સ્થળ પર લેવામાં આવશે અને જાહેર જનતા માટે પ્રદર્શન સવારના 10થી રાત્રિના 9 સુધી બન્ને દિવસ ખુલ્લુ રહેશે.

3 ઓક્ટોબરે સ્પર્ધાનું રિઝલ્ટ જાહેર થશે

યુથ હોસ્ટેલ્સ દ્વારા યોજાયેલી ફોટોગ્રાફી સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...