તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરાના કમઠાણ માટે કોર્પો.નું કારસ્તાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર |ભાવનગર | 28 સપ્ટેમ્બર

ભાવનગરશહેરને િક્લનસિટી બનાવવાના મહાનગરપાિલકા પ્રજાને િદવાસ્વપ્ન દેખાડી રહ્યું છે. પરંતુ હાલમાં પણ વાસ્તવિકતા કઇક અલગ છે. જ્યારે શહેરમાંથી કચરો ભેગો કરી નારી રોડ ખાતેથી સોલીડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે. પરંતુ રોજનો અંદાજે અઢી લાખ િકલો કચરો ઠલવાય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પ્લાન્ટ ઠપ થઇ જતાં પ્લાન્ટમાં કચરાના ગંજ જામ્યા છે.

કોર્પોરેશનની યોજનાઓ કાગળ પર હોવાનો વધુ એક િકસ્સો બહાર આવ્યો છે. ભાવનગર શહેરના કચરાના િનકાલ માટે નારી રોડ ખાતે સર્વે નં.46/1માં ગત 25મી ઓક્ટોબર 2008ના રોજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે સોલિડ વેસ્ટ પ્રોેસેિસંગ એન્ડ રીસાઇકલીંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો. પરંતુ પ્રારંભથી સોલીડ વેસ્ટ પ્લાન્ટ િવવાદમાં સપડાયો હતો. અધુરામાં પુરૂ પ્લાન્ટમાં બનતા RBFને GPCBએ પાબંધી લગાવતા ઘણાં વર્ષોથી ઠપ છે અને છેલ્લા ઘણાં સમયથી પ્લાન્ટના બાંધકામને પાડી તેમાનો સામાન અને મશીનરી પણ પગ કરી ગઇ છે.

એક તરફ પ્લાન્ટમાં કચરાનું પ્રોસેસિંગ થતું નથી અને બીજી તરફ શહેર આખાનો કચરો પ્લાન્ટમાં ઠલવાતા આસપાસના િવસ્તારોમાં પણ રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે.

તસવીર - અજય ઠક્કર

કચરામાં ટેમ્પલ બેલ પણ ફસાય છે

સોલીડવેસ્ટ મેનેજમેન્ટના પ્રોસેસિંગ પ્લાન્ટમાં કચરાના ઢગલા ખડકાતા અને હાલમાં વરસાદી વાતાવરણમાં અવારનવાર કચરો ઠાલવવા આવતા ટેમ્પલ બેલ પણ ફસાઇ જાય છે. જેથી પ્લાન્ટમાં ગમે ત્યાં કચરો નાખી ટેમ્પલ બેલ ચાલ્યા જાય છે

રાંધણગેસબને છે

^સોલીડવેસ્ટ મેનેજમેન્ટના પ્રોસેસિંગ પ્લાન્ટમાં GPCBએ RBFના પ્રોડકશન પર પાબંધી લગાવી છે. જેથી તેની પ્રક્રિયા બંધ છે. તેથી તે પ્લાન્ટના બાંધકામ પાડવા પડ્યા, હાલમાં કચરાનું પ્રોસેસિંગ શરૂ છે. જેમાં રાંધણગેસ બને છે. >રાજેશભાઇશુકલા, કા.પા.ઇ.સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ

પ્લાન્ટમાં પ્રોસેસિંગ નહીં થવા છતાં ઢાંકપિછોડો કરતું મહાનગરપાિલકા : આસપાસના િવસ્તારોમાં રોગચાળાની ભીતિ

બેદરકારી પર પડદો | નારી રોડ પરનો સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ લાંબા સમયગાળાથી ઠપ થતાં કચરાના ખડકલા

અન્ય સમાચારો પણ છે...