તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • પાટીદારની ઘટનામાં બન્ને પક્ષે સામસામી લૂંટની થયેલી ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીદારની ઘટનામાં બન્ને પક્ષે સામસામી લૂંટની થયેલી ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર |ભાવનગર | 12 સપ્ટેમ્બર

શહેરનાસરદારનગરમાં આવેલી લો કોલેજના ગ્રાઉન્ડમાં ગઇકાલે યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન બે યુવાનોએ સૂત્રોચ્ચાર કરતા કાળિયાબીડમાં રહેતા યુવાને ના પાડતા બન્ને યુવાનોએ ઉશ્કેરાઇ જઇ, ગાળો દઇ સોનાનો ચેન તોડી લૂંટી લીધાની જ્યારે નારીના યુવાને પણ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના પૂર્વ ડ્રાઇવર તથા પીઆઇ, પીએસઆઇ અને 4 થી 6 પોલીસ કર્મી િવરૂદ્ધ માર મારી સોનાના રૂદ્રાક્ષની માળાની લૂંટ ચલાવ્યાની બી ડિવિઝન પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવાઇ છે.

લો કોલેજના મેદાનમાં યોજાયેલા સન્માન સમારોહમાં મુખ્યમંત્રીના ગયા પછી ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પ્રવચન કરતા હતા ત્યારે નારી ગામના કેયુર શંભુભાઇ મોરડીયા અને અંકીત બટુકભાઇ ભીસરા ભાજપ અને જીતુભાઇ વાઘાણીની િવરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જેથી બન્ને યુવાનોને કાળિયાબીડમાં રહેતા રાયસિંહ જોરસિંહ ચાવડાએ ના પાડતા બન્ને યુવકોએ ઉશ્કેરાઇ જઇ ગાળો લઇ ઝપાઝપી દરમિયાન રાયસિંહના ગળામાંથી સોનાનો ચેન તોડી લઇ ગયા હતા. બનાવ અંગે રાયસિંહભાઇએ બી ડિવિઝન પોલીસ મથકમાં નારી ગામના બન્ને યુવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષે નારી ગામના અંકીતભાઇ બટુકભાઇ ભીસરાએ બી ડિવિઝન પોલીસમથકમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના પૂર્વ ડ્રાઇવર રાયસિંહભાઇ, પીએસઆઇ ગોહિલ, પીઆઇ ટાંક, પોલીસ કોન્સ્ટેબલ ભૈરવદાન ગઢવી, અરવિંદભાઇ, કીરીટભાઇ પંડ્યા અને બેથી ત્રણ પોલીસ કર્મીઓએ તેઓ સૂત્રોચ્ચાર કરતા હતા તે વખતે તેને તથા કેયુરભાઇને મેદાનમાંથી બહાર લઇ જઇ ગુપ્તાંગના ભાગે માર મારી તેમજ મુંઢમાર મારી સોનાની રૂદ્રાક્ષની માળાની લૂંટ ચલાવ્યાની સામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગરીમાપૂર્ણ સમારોહમાં ઘટનાથી લોકોમાં રોષ

અભિવાદનસમારોહના મંચની બહાર બનેલી ઘટના અંગે પાટીદારો પોલીસના દમનનો આક્ષેપ કરે છે. જ્યારે પોલીસ મીલન ઇરાદે પાટીદારોએ તોફાન કરવાનો પ્રયત્ન કરવાની આક્ષેપ કરે છે. બધા વચ્ચે શહેરના નગરજમાં એક ગરીમા પૂર્ણ સમારોહમાં બનેલી ઘટના બાબતે રોષ વ્યાપેલ છે.

પાટીદાર યુવાનો સામે સોનાની ચેન તોડી લૂંટી લીધાની રાવ : રૂદ્રાક્ષની સોનાની માળાની લૂંટની સામી ફરિયાદ

ક્રાઇમ વોચ | અભિવાદન સમારોહમાં સૂત્રોચ્ચાર બાદ ઝપાઝપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો