• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગુમ થયેલા શિપિંગ વ્યવસાયકાર આશિત પરીખનું લોકેશન મળ્યુ

ગુમ થયેલા શિપિંગ વ્યવસાયકાર આશિત પરીખનું લોકેશન મળ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનાઅગ્રણી શિપિંગ વ્યવસાયકાર ગત મંગળવારથી મુંબઇમાંથી ગુમ થયા બાદ તેઓને શોધવા માટે દિલ્હીના રેલવે સ્ટેશન, હવાઇ મથક, હોટલોમાં શોધખોળ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે હરિદ્વારમાં તેઓ છેલ્લે દેખાયા હોવાના સગડ મળ્યા છે.

આશિત પ્રમોદરાય પરીખે ગત મંગળવારે સાંજે તેઓની શાંતાક્રુઝ ખાતેની ઓફિસના પટ્ટાવાળા મહમદ શેખને પાકીટ, મોબાઇલ અને કવર ઘરે પહોંચાડી દેવાની સુચના આપી ગુમ થયા હતા. બાદમાં તેઓ મુંબઇ હવાઇ મથકેથી દિલ્હી ગયા હતા, અને દિલ્હી એરપોર્ટથી રેલવે સ્ટેશનની ટેક્સી બંધાવી હતી. તમામ બાબતો સંબંધિત સીસીટીવી કેમેરાની ચકાસણીના અંતે બહાર આવી હતી. પરંતુ દિલ્હી રેલવે સ્ટેશન બાદ શું થયુ તેની ભાળ મળતી હતી.

મુંબઇ ખાતે તેઓના શિપિંગ અને અન્ય વ્યવસાયોમાં મોટી રકમની આર્થિક ખોટ ગઇ હતી. તેઓએ ભાવનગર અને મુંબઇની તમામ મીલકતો વેચી નાંખી અને લોકોના નાણા ચૂક્તે કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ બાદમાં આવકનું સાધન બંધ થતા અને સ્થાવર જંગમ મીલકતો નહીં હોવાથી, તથા રૂટિન ખર્ચાઓ ચડતા જતા હતા, જે લોકોના નાણા બાકી હતા તેઓનું પણ દબાણ વધી રહ્યું હોવાથી આશિત પરીખ મુંજાઇ ગયા હતા. બીજી તરફ મુંબઇમાં એવી પણ વાતો ચાલી છે કે પરીખને ઉઘરાણીના નાણા અંગે અંડરવર્લ્ડની ધમકીઓ મળી રહી હતી, પરંતુ તપાસનીસ પોલીસ અધિકારી પ્રવિણ ચૌહાણે બાબતે તેઓની પાસે કોઇ જાણકારી નહીં હોવાનું કહ્યુ હતુ.

તપાસ ચાલી રહી છે, હરિદ્વાર છેલ્લે દેખાયા

^શિપિંગવ્યવસાયકાર આશિત પરીખ મંગળવારે સાંજથી ગુમ થયા છે, તેની વિસ્તૃત તપાસ ચલાવવામાં આવી રહી છે. અમારી તપાસ પ્રમાણે છેલ્લે તેઓ હરિદ્વારમાં દેખાયા છે, અને સંબંધિત રાજ્યની પોલીસનો સહકાર લઇ તપાસ કરાઇ રહી છે. >પ્રવિણચૌહાણ, આસિ.પોલીસઇન્સપેક્ટર, શાંતાક્રુઝ પોલીસ સ્ટેશન, મુંબઇ

અંડરવર્લ્ડની કોઇ ધમકી મળ્યા અંગે પોલીસનું મૌન : દિલ્હી રેલવે સ્ટેશન, હોટલો, હવાઇ મથકે શોધખોળ કરવામાં આવી

ફોલોઅપ | આત્મહત્યા કરવાની ચીઠ્ઠી લખી મુંબઇથી

અન્ય સમાચારો પણ છે...