ગોહિલવાડનું ગૌરવ વધારતું ક્ષત્રિય યુવા સંગઠન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાંચાલી રહેલા આર્મીના ભરતી મેળામાં બહારથી આવી રહેલા યુવાનો માટે રહેવા તથા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મહારાણા પ્રતાપ ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કરાઇ છે. સંગઠનને શહેરના પટેલનગરનો ક્ષત્રિય સમાજ પણ સહાયતા કરી રહેલ છે. સંગઠનની પ્રેરણાદાયક કામગીરીથી ગોહિલવાડનું ગૌરવ વધ્યુ છે. ક્ષત્રિય સમાજ દ્વારા થઇ રહેલ સેવાભાવનાના ઉમદા કાર્યની સમાજ દ્વારા ભારે સરાહના કરવામાં આવી છે. અને આવા વધુ કાર્યો થાય તેવી અપેક્ષા રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...