• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 34 વર્ષમાં જ્વેલિન થ્રોની ફાઇનલમાં પહોંચનાર દેવિન્દર પ્રથમ ભારતીય

34 વર્ષમાં જ્વેલિન થ્રોની ફાઇનલમાં પહોંચનાર દેવિન્દર પ્રથમ ભારતીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીલંકાનો વ્હાઇટવોશ કરવા ભારત સજ્જ, આજથી ટેસ્ટ

વર્લ્ડએથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મેન્સ જ્વેલિન થ્રો ઇવેન્ટમાં ભારતનો દેવિન્દરસિંહ કાંગ ફાઇનલમાં પહોંચી ગયો છે. તે ચેમ્પિયનશિપના 34 વર્ષના ઇતિહાસમાં જ્વેલિન થ્રોની ફાઇનલમાં ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. બીજી તરફ અંડર-20 એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ક્વોલિફિકેશન રાઉન્ડમાં બહાર થઇ ગયો હતો. 28 વર્ષીય દેવિન્દરે ત્રણ પ્રયાસમાં 82.22 મીટર, 82.14 મીટર તથા 84.22 મીટરના જ્વેલિન થ્રો કર્યા હતા. રીતે તે 84.22 મીટરના સ્કોર સાથે ઓવરઓલ સાતમા તથા ગ્રૂપ-બીમાં પાંચમા ક્રમે રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યો હતો. કુલ 13 થ્રોઅર્સે શનિવારે યોજાનારી ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. દેવિન્દરને મે મહિનામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ દરમિયાન ઇજા થઇ હતી. ક્વોલિફાયર રાઉન્ડમાં પણ તે ખભામાં સ્ટ્રેપ બાંધીને ફિલ્ડમાં ઉતર્યો હતો.

14

પર્સનલ બેસ્ટથી નીરજ 4.22 મીટર દૂર રહ્યો

અન્ય સમાચારો પણ છે...