ગોહિલવાડ બન્યુ ગોકુળીયુ... શહેર બન્યુ ઢોરવાડો...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંતે પુરવઠા અધિકારીને હટાવાયા

{ િજલ્લા પુરવઠા અિધકારીની જવાબદારી ભાવનગર પ્રાંત અધિકારીને સોંપવા કલેકટરનો હૂકમ

ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 11 ઓગસ્ટ

ભાવનગરનાપુરવઠાવિભાગમાં છેલ્લા ઘણા સમયથી બેદરકારી અને ગેરરીતિની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જે બાબતે સમયાંતરે િદવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચારમાં તંત્રને ઢંઢોળવાનાં અને કાન આમળવાના સતત પ્રયાસ કર્યાં હતાં. અંતે િજલ્લા કલેકટર હર્ષદ પટેલે તાત્કાલિક િજલ્લા પુરવઠા અધિકારી તરીકેનો મહિપાલસિંહ ચુડાસમા પાસેથી ચાર્જ લઈ ભાવનગર પ્રાંત અધિકારી બી.એન. ખેરને પુરવઠા અધિકારીની જવાબદારી સોંપી છે.

પુરવઠા વિભાગ દ્વારા કેરોસીન એજન્ટો પાસેથી ડિસેમ્બર અને ફેબ્રુઆરી માસમાં લાખો રૂપિયાનો વહિવટ કરી વાહતૂક ખર્ચ અને પરિવહનદરમાં વધારો કર્યાના આક્ષેપે િજલ્લાભરમાં ભારે ચર્ચા જગાવી હતી. તત્કાલિન સમયે સૌરાષ્ટ્ર સમાચારમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ પુરવઠા સલાહકાર સમિતિએ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. ત્યારબાદ તાજેતરમાં કેરોસીન એજન્ટો પાસેથી ઓઈલ ડેપો સુધીના િકલોમીટરની માપણી કરાવી તહેવારટાણે સામાન્ય અને ગરીબ વર્ગને કેરોસીન વંચિત રખાવી તંત્રની બેદરકારી છતી થઈ હતી. જોકે, કલેકટરે સમયસુચકતા વાપરી તાત્કાલિક કેરોસીન િવતરણ શરૂ કરાવ્યું હતું. અંતે ફરિયાદોને કારણે કલેકટર હર્ષદ પટેલે િજલ્લા પુરવઠા અધિકારી તરીકે મહિપાલસિંહ ચુડાસમા પાસેથી ચાર્જ લઈ ભાવનગર પ્રાંત અધિકારી બી.એન. ખેરને પુરવઠા અધિકારી તરીકેની જવાબદારી સોંપવાનો હૂકમ કર્યો છે.

કાર્યવાહી | સૌરાષ્ટ્ર સમાચારે ભ્રષ્ટાચારનો પણ કર્યો હતો પર્દાફાશ

કોર્પો.ના ઇિતહાસમાં પ્રથમ વાર મોટી રકમ રીએ

મ્યુ.કોર્પોરેશનના ઇિતહાસમાં પ્રથમ વખત 3.50 કરોડ રકમ રીએ કરવાનો દાખલો બેસાડ્યો છે, તેની પાછળનંુ કારણ અધિકારીની બેદરકારી છે, સ્ટેન્ડિંગમાં મામલે ડો. હિરપરાએ શરતચૂક થઇ હોવાનંુ જણાવતા ચેરમેન ઉધડો લીધો હતો.

ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | ભાવનગરનીગોિહલવાડ તરીકે આગવી ઓળખ છે. પરંતુ શહેરનીની વર્તમાન પરિસ્થિતિ જોતા ભાવનગરની ગોકુળીયા ગામની છાપ ઉભરી આવી છે. શહેરના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં રેઢીયાળ ઢોર અડીંગો જમાવીને બેડા છે. શહેરના અમુક રસ્તા વરસાદને કારણે નહીં તૂટ્યા હોવા છતાં વાહનો તો સાપસીડીની જેમ ચલાવવા પડે અને તેમાં પણ જો આડી અવળી નજર ગઇ તો જાણે ગહન ચર્ચામાં ઉભા હોય તેવા ઢોરના ટોળા સાથે ચોક્કસ અકસ્માત થાય. શહેરનો કદાચિત એક પણ રસ્તો બાકી નહીં હોય કે જ્યાં રેઢીયાળ ઢોર હોય. કોર્ટનો હુકમ છતાં ઢોરની જવાબદારી માથેથી કાઢવા કોર્પોરેશન અને પોલીસ તંત્ર બાખડી રહ્યા છે અને પાંજરાપોળ વાળા ઢોરની સ્વીકાર નહીં કરતા કોર્પોરેશન દ્વારા પણ કામગીરી દેખાડવા ગણ્યા ગાઠ્યા ઢોર પકડી શહેરના છેવાડે છોડી આવે અને તે ઢોર પાછા આવી જાય. રોજ બરોજના નાના-મોટા અકસ્માતો ઢોરને કારણે સર્જાય છે. તેમ છતાં પ્રજાના પ્રતિનિધિઓ પણ ચુપકીદી સેવી બેઠા છે. આવી સ્થિતિમાં ભાવનગરનું ભલુ થઇ રહ્યું... તસવીર- અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...