તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SPએ ઠપકો આપતા PSIએ કરી માર માર્યાની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 20 ઓગસ્ટ

ભાવનગર રેન્જ આઇ જી પી એ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ ગોસાઇની સજાના ભાગ રૂપે તાત્કાલીક ભાવનગર હેડ કવાટરમાં બદલી કરતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ મામલે અમરેલી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ વિગતો મુજબ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાજેશ રાણા નામના ગુંડાનો ભારે ત્રાસ હતો.અને તેના સાગરીતો લોકોને છરી બતાવી ધાકધમકીઓ આપી પોતાની ઇચ્છા પ્રમાણે દુકાનમાંથી ગમે તે વસ્તુ લઇ ચાલ્યા જતા હતા.આ મામલે એસપી િનર્લીપ્તરાયનેવેપારી�ઓએ ફરિયાદ કરતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એન.જી.ગોસાઇને ગુનો દાખલ કરી આરોપી�ઓની ધરપકડ કરવા કહયું હતુ.જો કે એસપીના ફરમાન બાદ પણ પીએસઆઇએ આરોપી�ઓને ન પકડતા એક આરોપી રાજેશ રાણાએ કોર્ટમાં આગોતરા જામીન મુકયા હા.જેની સામે પીએસઆઇએ સોગંદનામુ કરવાનુ હતુ.જે તેમણે ન કરતા આરોપીને કોર્ટે જામીન આપી દીધા હતા.

આ મામલે એસપીએ પીએસઆઇને બોલાવી આગોતરા ાભલે મળી ગયા બાકીના આરોપી પકડવાના બાકી છે.અને રાજેશ ફરાર હતો.ત્યારે તેને કોણે કોણે

...અનુસંધાન પાના નં.09

આસરો આપેલ તેની તપાસ માટે કોર્ટમાં રીમાન્ડ અરજી કરવા જણાવેલ.પીએસઆઇએ અરજી કરી પરંતુ અદાલતે જયારે તેને પુછયુ કે તમારે રીમાન્ડની જરૂર છે.ત્યારે ગોસાઇએ કોર્ટને જણાવેલ કે રીમાન્ડનીજરુર નથી.પરંતુ તેમણે ઉપરી અધીકારીના દબાણને કારણે રિમાન્ડ માગ્યા છે તેમ જણાવતા કોર્ટે રીમાન્ડ અરજી ફગાવી દીધી હતી.જે અંગેની જાણ એસ પી.ને થતા તે�ઓ સીટી પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.અને ગોસાઇને આ મામલે ઠપકો આપતા અને તેમની સામે કાર્યવાહી કરવાનુ જણાવતા પીએસઆઇ હોસ્પીટલમા દાખલ થઇ ગયા હતા અને પોતાને એસપીએ મારમાર્યાનુ જણાવ્યુ હતુ.

બનાવ અંગેની ભાવનગર રેન્જ આઇજીપી નરસીમ્હા કોમાર ને જાણ કરાતા તેમણે તાત્કાલીક સજાના ભાગરૂપે પીએસઆઇ.ગોસાઇની ભાવનગર હેડ કવાટર ખાતે બદલી કરી હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...