તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તા.30 માર્ચથી ગુજકેટ માટે ઓનલાઇન નોંધણી થઇ શકશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |21 માર્ચ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 મે,2017ના રોજ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની કસોટી લેવામાં આવશે અને તે માટે માહિતી પુસ્તિકા અને પીન નંબર ભાવનગરમાં નંદકુંવરબા કન્યા વિદ્યાલય સહિત રાજ્યના 42 સેન્ટરો ખાતેથી તા.30 માર્ચના રોજ ઉમેદવાર દીઠ રૂા.300નો રાષ્ટ્રીયકૃત બેન્કનો અમદાવાદ ખાતે ચૂકવવા પાત્ર સચિવશ્રી, ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ સેલ, ગાંધીનગરના નામનો આપવાથી મળી શકશે.

માહિતી પુસ્તિકા અને પીન નંબરની વિસ્તૃત યાદી બોર્ડની વેબસાઇટ પરથી મળી શકશે. ભાવનગરમાં માહિતી પુસ્તિકા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતેથી મળશે. વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળા�ઓએ તેમની શાળાના તમામ ઉમેદવારોનો પરીક્ષાનો સંયુક્ત ડીડી કઢાવીને પણ માહિતી પુસ્તિકા અને પીન નંબર(યુઝર આઇડી-પાસવર્ડ) મેળવી શકશે. યુઝર આડી-પાસવર્ડનો ઉપયોગ કરી બોર્ડની વેબસાઇટ પર લોગ ઇન કરી ગુજકેટ-2017નું રજિસ્ટ્રેશન કરાવી શકશે. �ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

તા.30 માર્ચ, 2017થી તા.16 એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઉમેદવારે ફોટો અને હસ્તાક્ષર પણ અપલોડ કરવાના રહેશે. �ઓનલાઇન રજિસ્ટ્રેશન ઇ-મેઇલ અને મોબાઇલ નંબરની વિગતો પણ ફરજિયાત માંગવામાં આવ્યા છે તેમ બોર્ડના પરીક્ષા સચિવે જણાવ્યું છે.

30 માર્ચે પુસ્તિકા પીન વિતરણ કરાશે

તા.30 માર્ચથી 16 એપ્રિલ સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો