તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રકાશ વાઘાણી પુન: કોંગ્રેસમાં, સંગઠન અજાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ભાવનગર | 26 જૂન

ભાવનગર સહિત રાજ્યભરમાં કોંગ્રેસના શહેર-જિલ્લાના પ્રમુખોને બદલાવતા ખળભળાટ મચ્યો છે ત્યાં આજે ભાવનગર કોંગ્રેસમાં પણ કોર્પોરેશનની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસને પાટુ મારી ભાજપમાં જોડાયા બાદ પ્રકાશ વાઘાણી આજે પુન: કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો ફેલાયો છે. માત્ર કોંગ્રેસમાં જોડાયા પરંતુ સિમીત નહિ રહી કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનો પ્રદેશ કાર્યાલયે જઈ કોંગ્રેસમાં જોડાણ કરાવ્યું પરંતુ તેમાં પણ શહેર સંગઠનને નગણ્ય કરાતા આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો.

પ્રદેશ કોંગ્રેસમાં તો પ્રમુખોને બદલાવતા અને રાજીનામાને લઈ સળગી રહ્યું છે. ત્યાં ભાવનગર શહેર કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ જગજાહેર થઈ છે. કોર્પોરેશનની ગત ચૂંટણીમાં કોંગ્રેસના પ્રકાશ વાઘાણીએ કોંગ્રેસમાં નારાજગી દર્શાવી ભાજપમાં ભળ્યા અને કોંગ્રેસ િવરૂદ્ધમાં ચૂંટણી કામગીરી કરી દક્ષિણ િવસ્તારની ઘણી બેઠકો પર અસર કરી હતી ત્યારે ત્યારબાદ થોડા સમય પૂર્વે ભાજપ સાથે પણ છેડો ફાડ્યો હતો અને આજે ભાવનગરના કોંગી આગેવાનો, કોર્પોરેટરોની હાજરીમાં પ્રદેશ કાર્યાલયે પુન: કોંગ્રેસમાં આવ્યા હતા. પરંતુ પ્રકાશ વાઘાણી કોંગ્રેસમાં જોડાવામાં શહેર કોંગ્રેસ પ્રમુખ કે વિપક્ષી નેતાની ગેરહાજરીએ અનેક તર્ક-વિતર્ક ઉભા કર્યા હતા જે બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રકાશ વાઘાણી કોંગ્રેસમાં આવ્યા તે બાબતે પ્રદેશમાંથી કોઈ સત્તાવાર જાણ કરાઈ નથી.

...અનુસંધાન પાના નં.09

પરંતુ પ્રકાશ વાઘાણીને લઈ પ્રદેશમાં ગયેલા આગેવાનો કોર્પોરેટરે તાજેતરમાં જ પ્રદેશ આગેવાન સમક્ષ શહેર પ્રમુખ અને િવપક્ષી નેતાને બદલાવવા કહ્યું હતું. જે સ્પષ્ટપણે શહેર કોંગ્રેસમાં બે ભાગલા દેખાઈ આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અને તે પૂર્વે પ્રદેશ કોંગ્રેસે જે આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો તે લોકોએ થોડા સમયમાં જ કેસરીયો ખેસ પહેરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...