તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કાળાતળાવ આરોગ્ય કેન્દ્રમાં ડોકટરના અભાવે ભારે મુશ્કેલી

કાળાતળાવ આરોગ્ય કેન્દ્રમાં ડોકટરના અભાવે ભારે મુશ્કેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર તાલુકાનાં કાળાતળાવ ગામે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ડોકટર વગરનું હોય દર્દીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લાં ઘણાં સમયથી ડોકટરની નિમણુંક કરવામાં આવતી ન હોય લોકોને વલભીપુર સુધી લાંબા થવું પડે છે.

વલભીપુર તાલુકાનાં પશ્ચિમ દિશા તરફ આવેલા 20 જેટલા ગામડાઓનાં લોકો માટે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે વલભીપુર થી 15 કિ.મી.દુર આવેલ કાળાતળાવ ગામે પી.એચ.સી.(પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર)નો આરંભ કરવામાં આવ્યો હતો.

આ આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય લક્ષી સેવાઓ પણ સારી રીતે આપવામાં આવતી હતી. પરંતુ આ આરોગ્ય કેન્દ્ર ખાતે જે ડોકટર સેવા આપતા હતાં તે વય મર્યાદાનાં કારણે નિવૃત થયા બાદ બે થી ત્રણ ડોકટરો આવીને જતાં રહ્યાં મહિના પૂર્વે એક મહિલા તબિબની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તેઓ એ પણ રાજીનામુ આપી ને જતાં રહ્યાં પછી એકપણ ડોકટરની નિમણુંક નહીં કરવામાં આવતા આ 20 જેટલા ગામડાઓનાં લોકોને માડી અસર થઇ છે.

હાલમાં ચોમાસાનો પ્રારંભ થયેલ છે અને મચ્છર માખીઓનો ઉપદ્રવ વધતા કોલેરા મેલેરીયા, ટાયફોડ સહિતનાં રોગચાળો માથુ ઉંચકશે તેવી દહેશત પુરેપુરી છે. ત્યારે જો કાળાતળાવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોકટરની નિમુણંક કરવાની પ્રાથમીકતા નહીં આપેતો કાળાતળાવ ની આસપાસનાં આશરે વીસ જેટલા ગામડાઓનાં લોકોને રોગચાળાની સારવાર લેવા માટે બિમારી સમયે પણ દોડધામ કરવી પડે તેવી હાલત ઉભી થશે. અલબત્ત, હાલમાં પણ સામાન્ય રોગચાળાની સારવાર માટે પણ ભાવનગર,બોટાદ અને વલભીપુર સુધી જવું પડે છે. કાળાતળાવ ગામના પી.એચ.સી. ખાતે તાકીદે ડોકટરની નિમુણંક કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...