તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે કર્મચારીઓનો પ્રિવિલેજ પાસ એક અનોખી સવલત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર| ભાવનગર | 26 જૂન

રેલવેમાં મુસાફરી કરવા કર્મીઓને ખાસ સવલતો આપવામાં આવી છે. તેમાંની એક સવલત છે - પ્રિવીલેજ પાસ. રેલ કર્મચારી�ઓને 5 મહિનાની અવધિ માટે પ્રિવિલેજ પાસ આપવામાં આવે છે. આ એક એવો પાસ જેમાં તેના પરિવારજનો પણ ભારતભરમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે.

રેલ કર્મચારી�ઓને આપવામાં આવતી આ પાસ સુવિધામાં કર્મચારી પોતે તથા તેના પત્ની અને તેના બે બાળકોને ભારતભરની કોઇ પણ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે છે. તેમાં પુત્રની મર્યાદા 21 વર્ષની છે. 21 વર્ષ બાદ આ પ્રીલવલેજમાંથી પુત્રને બાકાત કરવામાં આવે છે. જો કે પુત્રી માટે ઉમરની કોઇ મર્યાદા નથી રાખવામાં આવી પરંતુ તેના લગ્નની સાથે જ આ પ્રીવીલેજ સમાપ્ત થાય છે.

શરૂઆતમાં પ્રિવીલેજ પાસની મર્યાદા
રેલવે કર્મચારી�ઓને નોકરીની શરૂઆત બાદ પ્રથમ 5 વર્ષ સુધી વરસમાં એક જ પાસ મળે છે. પાંચ વરસની નોકરી પૂર્ણ થયા બાદ વરસમાં 3 પાસ મળે છે. પાસ પાંચ મહિનાનો હોય છે. હવે રિઝર્વેશન 4 મહિનાનું થયું હોવાથી પાસમાં 1 માસનો વધારો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...