તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • દબાણોમાં દબાયેલા મ્યુ. તંત્રના સ્વચ્છતા માટે આજથી ઉધામા

દબાણોમાં દબાયેલા મ્યુ. તંત્રના સ્વચ્છતા માટે આજથી ઉધામા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર |ભાવનગર |20 અોગસ્ટ

શહેરમાં દબાણોનો ધાણવો કાઢવામાં વ્યસ્ત ભાવનગર મ્યુ. કોર્પોરેશનની સરકારે વધુ એક જવાબદારી ફિક્સ કરી દિધી છે, સ્વચ્છતા માટે લોક જાગૃતિ કેળવીને બુધવારથી વિધીવત ઝંુબેશ હાથ કરાશે.

છેલ્લા બે વર્ષથી સ્વચ્છતા અંગે મહાનગરો, નગરો વચ્ચે સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં ભાવનગર મ્યુ. કોર્પોરેશને ટેકનોલોજી સાથે ડગલુ માંડ્યુ હતંુ, મોબાઇલ એપ ડાઉનલોડ કરાવવાથી માંડીને માર્કસ પધ્ધતિમાં અગ્રણ્ય હરોળમાં સ્થાન મેળવ્યુ હતંુ, પરંતુ આ વર્ષે પણ આ ઝંુબેશ હાથ ધરી લોક જાગૃતિ કેળવવા પ્રયાસો હાથ ધરાશે.

સરકાર દ્વારા સ્વચ્તા ઝંુબેશની ગત. 13 ઓગસ્ટ, સોમવારેના રોજ ગાઇડ લાઇન જારી કરી છે, જેના અનુસંધાને ભાવનગર મ્યુ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છ શહેર બનાવવા અને સ્પર્ધામાં ક્રમ હાંસલ કરવાના પ્રયાસો શરૂ કરી દિધા છે.

જનજાગૃતિ માટે આવતી કાલે નગરજનોને સહકાર આપવા મેયર અપીલ કરશે, અને નગરજનોના સહકારની અપેક્ષા સેવવામાં આવશે.

નોંધનિય છે કે, હાલમાં મ્યુ. તંત્ર દબાણોમાં વ્યસ્ત છે, રોજબરોજ રિપોર્ટ સરકારમાં સબમીટ કરીને કામગીરી દેખાડ્યા વગર છુટકો નથી, આટલામાં અધુરૂં સ્વચ્છતા માટે પણ હવેથી ઝંુબેશ હાથ ધરીને ડે ટૂ ડેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં સુપ્રત કરીને કામગીરીનંુ મૂલ્યાંકન કરાશે.

શહેરમાં વિસ્તારનો વધારો થયો છે, મતલબ કે તમામ વિસ્તારોમાં નિયમિત સફાઇ કરવી, ચોમાસાના લીધે પાઉડરનો છંટકાવ કરવો, કચરો ઉપાડવો વિગેરે બાબતોમાં તંત્રએ વધુ એલર્ટ બનવંુ પડશે. પરંતુ તેની સામે લોકોની બેદરકારીના લીધે ખુલ્લામાં ફેંકાતા કચરાના લીધે શહેરની છબી અસ્વચ્છ બનતી અટકાવવા તંત્ર અભિયાન હાથ ધરશે.

હાઇલાઇટ્સ
442
સને. 2017માં સ્પર્ધક શહેરો

4241
સને. 2018માં સ્પર્ધક શહેરો

33
સને. 2017માં ભાવનગરનો ક્રમ

135
સને. 2018માં ભાવનગરનો ક્રમ

અન્ય સમાચારો પણ છે...