ભોજાવદરના ગ્રાહકનો પુન: વીજ જોડાણનો દાવો ડીસમીસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ ગુજરાત વીજ કંપની ધોળા સબ ડીવિજન હેઠળ આવતા ભોજાવદર ગામનાં વીજ ગ્રાહક વીજ ચોરી કરતા પકડાઇ ગયેલા આમ છતાં આ ગ્રાહક દ્વારા ઉમરાળા અદાલતમાં તે વીજ જોડાણ પુન: શરૂ કરી આપે તેવો દિવાની મુકદમો અદાલતે ડીસમીસ કરતો હુકમ આજરોજ કરેલ છે.

કેસ અંગેની મળતી વિગતો મુજબ ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામે રહેતા રામજીભાઇ કરશનભાઇ બળથીયા પોતાની વાડીમાં ખેતી વિષયક વીજ જોડાણ ગ્રાહક નંબર 39322/51052/8 થી ધરાવતા હતા.અને આમ છતાં સદર ગ્રાહક દ્વારા પોતાની વાડી નજીકથી પસાર થતી હેવી લોડ વીજ લાઇનમાં થી વાડીમાં વીજ વપરાશ કરતા હતા.તેવામાં વીજ કંપનીની ચેકીંગ સ્કવોડ દ્વારા ગત તા.13/10/2014 નાં રોજ વીજ ચોરી કરતા ઝડપાઇ ગયેલા.તેથી વીજ કંપનીએ નિયમ મુજબનું વીજ ચોરીનુ઼ બીલ રકમ રુ.54.556.84 પૈસાનુ આપવામાં અવેલ જે બીલની રકમ ગ્રાહક દ્વારા નિયત સમયમાં ભરપાઇ નહિં કરાતા વીજ કંપનીએ તેનુ આ વીજ જોડાણ કાપી નાખ્યુ હતુ.

ત્યારબાદ રામજીભાઇ દ્વારા ઇદર વીજ કનેકશન ને પુન: શરૂ કરાવવા માટે સબ ઠીવીજન ધોળા વિરૂધ્ધ ઉમરાળા ની સીવીલ કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ થી દાવો દાખલ કરવામાં આવેલ.જે દિવાની દાવો ચાલી જતા પડેલ પુરાવા�ઓ તેમજ વીજ ક઼પનીના પેનલ એટવોકેટ ની દલીલો ગ્રહ્ય રાખતા ઉમરાળાના પ્રિન્સીપાલ સીવીલ જજ એ.એમ.બુખારી એ રામજીભાઇની દાવ અશ્રજી ડીસમીસ કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...