ભાવેણામાં સ્ત્રી જન્મનું વધતું પ્રમાણ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:51 AM IST
Bhavnagar News - latest bhavnagar news 025105
હેલ્થ રિપોર્ટર | ભાવનગર | 6 િડસેમ્બર

સ્ત્રી-પુરૂષ ભેદ-પ્રભેદ અને રાગ-દ્વેષ મામલે અજ્ઞાન અને અણસમજની રેખાથી લોકોને બહાર લાવવાના સરકારના અને સ્વૈચ્છિક સંસ્થા�ઓના પ્રયત્નો સાવ અસરહિન જતા નથી એને પરિણામ તો મળે છે. બેટી વધાવો કે બેટી બચાવોથી લઇને સ્ત્રી-પુરૂષ સમાનતાની અનેકવિધ પ્રવૃત્તિ�ઓ અને અભિયાનોને ભાવેણાની ભૂમિ પર સફળતા એ મળી છે કે છેલ્લા 3 વરસમાં સ્રી-જન્મ-દરનું પ્રમાણ ખાસ્સું એવું વધ્યું છે. બે વરસ પહેલા દર હજાર પુરૂષ સામે 855 સ્ત્રીજન્મનો હતો તે આજે વધીને 912 થયો છે.

બાળજન્મ નોંધણીની આંકડાવારી જોતાં 2015માં દર 1000 પુરુષ બાળકના જન્મ સામે સ્રીબાળજન્મનું પ્રમાણ 855 રહ્યું હતું જ્યારે બીજા વર્ષે વધીને આ પ્રમાણ 881 રહ્યું હતું. એ જ પ્રકારે ચાલુ વર્ષમાં આ પ્રમાણ 912 બાળકી�"નું રહ્યું હતું. અને ભાવનગરમાં સિહોરમાં સૌથી વધુ સંતોષજનક દર જોવા મળી રહ્યો છે. સિહોરમાં 1000 પુરૂષબાળના જન્મ સામે સ્ત્રીબાળજન્મનું પ્રમાણ 983 છે જે જીલ્લામાં સૌથી વધારે છે અને સૌથી �ઓછો રેશિયો 739 જેસર તાલુકામાં જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ કહે છે કે સ્ત્રી-પુરુષ જન્મદર સમાન કરવા માટે આરોગ્ય વિભાગ એક અભિયાન સાથે કામ કરી રહ્યું છે.

સ્ત્રી-પુરુષ જન્મદર સમાન્તર બને તે માટે આરોગ્ય વિભાગ અનેક પ્રવૃત્તિ, યોજના�ઓ અને અભિયાન સાથે કામ કરી કહ્યું છે. શહેરની માફક ગામડાં�ઓમાં પણ બાળક અને બાળકીના ભેદભાવ નાબૂદ થઇ રહ્યા છે. આ એનું જ પરિણામ છે હવે સ્ત્રી-પુરૂષ જન્મદર સુધરી રહ્યો છે.

X
Bhavnagar News - latest bhavnagar news 025105
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી