• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 15% વધુ માલ વહન કરી શકાશે શિપબ્રેકિંગ રોલિંગ મિલોને રાહત

15% વધુ માલ વહન કરી શકાશે શિપબ્રેકિંગ-રોલિંગ મિલોને રાહત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલંગ શિપબ્રેકિંગ યાર્ડ અને સિહોર તથા જિલ્લાની રી-રોલિંગ મિલોમાં ચાલતા ટ્રકને નડી રહેલી સૌથી મોટી સમસ્યા ઓવર લોડિંગને કેન્દ્ર સરકારે આજે મોટી રાહત આપી છે, અને 15 ટકા વધુ માલ વહન કરવાની મંજૂરી આપી છે, તથા તેના ઉપર 5 ટકા પ્લસ-માઇનસને પણ ગ્રાહ્ય રાખ્યુ છે.

ઓલ ઇન્ડીયા ટ્રક-ટ્રાન્સપોર્ટરો દ્વારા કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી પાસે 25 ટકા વધુ માલ વહન કરવાની માંગ કરી હતી. 15 ટકા વધુ માલ ભરવાની મંજૂરી આપી છે. આ અંગેનું ગેજેટ બહાર પડી ચૂક્યુ છે.

નવા નિયમો મુજબ ટ્રાન્સપોર્ટરો હવેથી નાની ગાડી (નિયમીત ટ્રક)માં 10 ટન માલ ભરી શકતા હતા અને 6 ટન ટ્રકનો (કુલ 16 ટન)વજન મંજૂર રાખવામાં આવતો હતો તેમાં વધારો કરી અને 18.5 ટન કરવામાં આવ્યુ છે. તેવી જ રીતે ટોરસ ટ્રકમાં 17 ટન વજન અને 8 ટન ટ્રકનો વજન (કુલ 25 ટન) અગાઉ મંજૂર રાખવામાં આવતો હતો અને નવા કાયદા પ્રમાણે આ ટોરસ ટ્રકમાં 28 ટન વજન ભરવા માટે ટ્રાન્સપોર્ટરોને મંજૂરી આપવામાં આવી છે.

સિહોર રી-રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ ધાનાણીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રકમાં વધારાના વજન વહન કરવાની બાબતને મંજૂરી આપવામાં આવી છે તેનાથી શિપ બ્રેકિંગ અને રી-રોલિંગ મિલ વ્યવસાયકારોને સરકારી વિભાગો અને ટ્રક માલીક, ટ્રાન્સપોર્ટરો સાથે કાયમ થતા સંઘર્ષમાં રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...