RTO : પેમેન્ટ ઓનલાઇન તો કર્યંુ પણ OTP નંબરમાં વિલંબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર |ભાવનગર |7 અોગસ્ટ

વાહનોના ટેક્સ સહિત તમામ પ્રકારની રકમ કેશ વસુલાત બંધ કરીને ઓનલાઇન સિસ્ટમ અમલમાં મુક્યા બાદ વનટાઇમ પાસવર્ડ ( OTP )માં વિલંબ થતો હોવાની બૂમ ડિલરોમાંથી ઉઠી રહી છે. પરિણામે સમયસર પેમેન્ટ થઇ શક્તા નથી.

ભાવનગર સહિત રાજ્યભરની RTOમાં વાહનોની તમામ પ્રકારની કામગીરી ઓનલાઇન થઇ રહી છે, આ કામગીરીને હજુ એક સપ્તાહ થયુ છે, પરંતુ શરૂઆતમાં જે સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યંુ હતું, તે હાલની પરિસ્થિતિ જોતા ધીરે-ધીરે સામાન્ય થઇ ગયુ છે, ઓનલાઇનની ગાડી પાટા ઉપર ચડી રહી છે, હાલમાં મોટા ભાગની કામગીરી ટેકનોલોજી સાથે જોડાઇ ગઇ છે, મેન્યુઅલ કામગીરી ઉપર બ્રેક લાગી થઇ છે. પરંતુ ઓનલાઇન ઉપર જ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ઓટીપી નંબર સમયસર મળી જાય તો ઓનલાઇન પેમેન્ટ ઝડપથી થઇ શકે પરંતુ હાલમાં ડિલરોમાં આ સમસ્યા અંગે મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેમ છતા એકંદરે જે રીતે આવક થઇ રહી છે.

મેન્યુઅલ - ઓનલાઇન વસૂલાત
તારીખ ઓનલાઇન+કેશ કુલ રકમ

ડિલરની સંખ્યા પેમેન્ટ ભરપાઇ

6/8/18 14+3 17 1766269

4/8/18 22+3 25 1028861

3/8/18 17+3 20 1440410

2/8/18 20+3 23 2794519

31/7/18 02+00 02 1834018

30/7/18 02+02 04 1254542

27/7/18 23+03 26 3353601 26/7/18 34+03 37 2227756

અન્ય સમાચારો પણ છે...