• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગોહિલવાડમાં છેલ્લા 15 દી’માં મેઘરાજા રીસાઇ જતા માત્ર એક મી.મી. જ વરસાદ

ગોહિલવાડમાં છેલ્લા 15 દી’માં મેઘરાજા રીસાઇ જતા માત્ર એક મી.મી. જ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |7 �ઓગસ્ટ

ચોમાસામાં વરસાદનો ધોરી માસ ગણાતા અષાઢ મહિનામાં ભાવનગર જિલ્લામાં મેઘરાજા છેલ્લા પંદર દિવસથી રિસાયા છે અને આ સમયગાળામાં માત્ર એક જ મીમી વરસાદ સમ ખાવા પૂરતો વરસ્યો છે. આજથી પંદર દિવસ પહેલા ભાવનગરમાં સરેરાશ વરસાદ 347 મી.મી. હતો આજે એક પખવાડિયાના સમયગાળામાં માત્ર એક મી.મી. વધીને 348 મી.મી. થયો છે. હવે ખરીફ પાક અને પાણીના પ્રશ્ને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.

ભાવનગર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં એકંદરે સંતોષકારક વરસાદ વરસી ગયો છે. ગત તારીખ 24 જુલાઈ સુધીમાં ભાવનગર જિલ્લામાં 347 મિનિટ એટલે કે સીઝનના કુલ વરસાદના 57.18 ટકા વરસાદ વરસી ગયો હતો. પરંતુ બાદમાં બીજા રાઉન્ડનો વરસાદ ખેંચાયો છે અને મેઘરાજા જાણે રિસાયા હોય તેમ ઘર અષાઢે એક પછી એક દિવસ કોરાધાકોડ પસાર થઇ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં ૧૫ દિવસમાં માત્ર એક જ મિલીમીટર વરસાદ વરસતા હવે મેઘરાજાએ મહેર કરે તેવી પ્રાર્થના પુનઃ શરૂ થઈ ગઈ છે. હજી અષાઢનો એક અઠવાડિયું અને શ્રાવણ તથા ભાદરવો વરસવાનો બાકી છે.

ભાવનગરમાં સિઝનનો 54 ટકા વરસાદ થયો
ભાવનગર શહેરમાં પણ છેલ્લા પંદર દિવસમાં માત્ર 2 મી.મી. જ વરસાદ વરસ્યો છે. આ વર્ષે સિઝનમાં શહેરમાં કુલ વરસાદ 377 મી.મી. થયો છે જે વર્ષના કુલ વરસાદ 699 મી.મી.ના 54 ટકા થાય છે.

જુલાઇમાં 15 દિવસમાં 295 મીમી વરસાદ
જુલાઈમાં ૨૪મી મેઘરાજાના પ્રથમ રાઉન્ડના વિરામ પહેલાના પંદર દિવસ જોઈએ તો તારીખ 10 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન ભાવનગર જિલ્લામાં 295 મીમી વરસાદ વરસી ગયો હતો.

ગારિયાધારમાં માત્ર સાડા ચાર ઈંચ વરસાદ
ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ 14 ઇંચ વરસાદ વરસી ગયો છે જ્યારે તેની સામે ગારિયાધારમાં માત્ર સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...