તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar ગઢડાનાં ઉગામેડીનાં હીરા વેપારીનું 30 કરોડમાં ઉઠમણું

ગઢડાનાં ઉગામેડીનાં હીરા વેપારીનું 30 કરોડમાં ઉઠમણું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દિવાળી પહેલાં બહારગામના વેપારીઓના ઉઠમણાંની ચર્ચાએ માહોલ ગરમ કર્યો હતો. જે વાત હવે સાચી થતી જણાઇ રહી છે. હાલમાં થોડા દિવસો અગાઉ જ એક વેપારીનું કરોડોમાં ઉઠમણું થયા બાદ કતારગામમાં કારખાનું ધરાવતાં અને એન્ટવર્પથી રફ હીરા ખરીદી પોલિશ્ડ ડાયમંડનું બહારગામ વેચાણ કરતો ઉગામેડી ગામનો હીરા વેપારી 30 કરોડમાં ઉઠી ગયો હોવાની ચર્ચાએ ગુરૂવારે સવારથી માર્કેટ ગરમ કર્યું છે.

મહિધરપુરા અને વરાછા મિની બજારમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે શહેરના કતારગામ વિસ્તારમાં હીરાનું કારખાનું ચલાવતો તથા બેલ્જિયમના એન્ટવર્પ સ્થિત ગુજરાતી હીરાના વેપારીઅો પાસેથી રફ હીરાની ખરીદી કરતો કતારગામના હીરાના કારખાને દારે પોતાના કારખાનાને તાળા મારી દીધા છે. આ કારખાનેદારે એન્ટવર્પના જે વેપારીઅો પાસેથી રફ હીરા ખરીદી કર્યા હતા. તેમને પેમેન્ટ ચૂકવ્યા વગર જ 30 કરોડથી વધુમાં ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચા સામે આવી છે. ઉઠમણું કરનાર હીરા કારખાનેદાર મૂળ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામનો વતની છે. અગાઉ બે દિવસ પહેલા પણ વરાછા એ.કે. રોડ ખાતે હીરાનું કારખાનું ચલાવતા અને એન્ટવર્પથી રફ હીરાની ખરીદી કરતા કારખાનેદારે લગભગ રૂપિયા 40 કરોડમાં ઉઠમણું કર્યુ હતું. 30 કરોડથી વધુના ઉઠમણાંમાં સુરતના 15 થી 20 હીરા ઉદ્યોગકારોના પેમેન્ટ ફસાયું હોવાની ચર્ચા પણ વહેતી બની છે.

અન્ય સમાચારો પણ છે...