સીસીટીવી કુટેજના આધારે 6.50 લાખની ઉઠાંતરીનો ભેદ ઉકેલાયો

સીસીટીવી કુટેજના આધારે 6.50 લાખની ઉઠાંતરીનો ભેદ ઉકેલાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:50 AM IST
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 9 ઓગસ્ટ

અકવાડા ગામે રહેતા અને ભાવનગર ખાતે હીરાની પેઢીમા ફરજ બજાવતા કર્મચારી ગત તા.4/8/2018 ના રોજ એ.ડીવીઝન પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે હીરાની ઓફિસમાં નોકરી કરે છે.તેમના શેઠે નીર્મળનગરમાં અવેલ આંગડીયા પેઢીમાંથી રૂ.6.50 લાખ લઇ આવવાનું કહેલ.અને પોતે રૂ.6.50 લાખની રકમ લઇ એકટીવા સ્કુટરની ડીકકીમા મુકી માધવ રત્ન બિઉલ્ડીંગ પાસે આવેલ પાણીપુરી ખાવા ગયેલ.બાદમાં ઓફિસે પહોંચી સ્કુટરની ડીકકી ખુલી મળેલ.અને તેમાંથી રૂ.6.50 લાખ ગુમ થયા હતા.

ભાવનગર એસ.પી.પ્રવીણસીંહ માલ એ આ બનાવની તપાસ એલસીબી પીઆઇ.મીશ્રાને સોંપતા તેમણે ઘટના િવસ્તારનાં સીસીટીવી કેેમેરાના કુટેજ તપાસી પોતાના બાતમીદારોને સક્રીય કરી તેમની ચોકકસ બાતમી આધારે અને અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સેલની મદદ લઇ આ ગુન્હામાં અમદાવાદની છારા ગેંગ સામેલ હોવાનુ જણાયુ હતુ.અંગત બાતમીદારોને સક્રીય કરાયા હતા. LCB પીઆઇને મળેલ બાતમી આધારે આજે સવારે ઉપરોકત ગુન્હામા સંડોવાયેલા બે માણસો મુદામાલ સાથે અમદાવાદ તરફથી આવી નારી ચોકડી ઉતરીને ખોડીયાર માતાજીના દર્શનાર્થે જવાના હોવાની મળેલ બાતમી આષ્ધારે વોચ ગોઠવી કીરીટ પુનમભાઇ ઇન્દ્રેકર તથા કમલેશ અતુલભાઇ કોડેકર ( રહે.બન્ને કુબેરનગર ) ને રોકડ રૂ.6.50 લાખની મતા સાથે એલસીબી ટીમે ઝડપી લીધા હતા.

X
સીસીટીવી કુટેજના આધારે 6.50 લાખની ઉઠાંતરીનો ભેદ ઉકેલાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી