તસ્કર પોતાનો મોબાઇલ ચોરીના સ્થળે ભુલી ગયો

ગીતા ચોકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
તસ્કર પોતાનો મોબાઇલ ચોરીના સ્થળે ભુલી ગયો
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 9 ઓગસ્ટ

ભાવનગર શહેરના ગીતાચોકમાં રહેતા પ્રમોદભાઇ અમૃતલાલ શાહના ઘરે ગત તા.7/8/2018 ના રોજ પોતે �ઓફિસમાં હતા.અને તેમના પત્નિ ઉપાશ્રયમાં પ્રતીક્રમણ કરવા ગયા હતા.તે વખતે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનમાં ઘુસીને રોકડ,દાગીના તથા મોબાઇલ સહીત રૂ.1.12.500 ની મતાની ચોરી કરી નાસી છુટયાની બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે ભાવનગર એલસીબીને તપાસ સોંપાતા એલસીબી પીઆઇ.દિપક મીશ્રાએ તપાસ હાથ ધરતા બનાવ સ્થળે તસ્કર પોતાનો મોબાઇલ ભુલી ગયો હોત.અને ફરિયાદીના ઘરે પડેલો મોબાઇલ લઇ નાસી ગયો હતો.જે મોબાઇલ પોલીસે કબ્જે લેતા તેના આધારે તસ્કરની ભાળ મેળવી બાતમી રાહે શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાંથી અગાઉ ઘરફોડી ચોરી�ઓના ગુનામાં પકડાયેલ રફીક રજાકભાઇ ડેરૈયા મળી આવેલ. જેની અંગ જડતી લેતા સોનાના દાગીના કિંમત રૂ.97.700 નો મુદામાલ મળી આવતા જેના આધાર પુરાવા શખ્સ પાસે ન હોય પોલીસે તેની પુછતાછ કરતા તેણે આ દાગીના ઉપરોકત ફરિયાદીને ત્યાથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

X
તસ્કર પોતાનો મોબાઇલ ચોરીના સ્થળે ભુલી ગયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App