તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar દાસત્વથી કોઈપણ સિદ્ધિઓની સહેલાઈ અને સરળતાથી પ્રાપ્તિ

દાસત્વથી કોઈપણ સિદ્ધિઓની સહેલાઈ અને સરળતાથી પ્રાપ્તિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અક્ષરવાડી ખાતે પૂજ્ય મહંત સ્વામીની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે જેમાં આજે પૂજ્ય પ્રમુખસ્વામીને બ્રહ્મલીન થયાને બે વર્ષ પૂરા થતા હોય પ્રમુખ સ્વામી સ્મૃતિ દિન ઉજવાયો હતો. આ અવસરે પૂજ્ય મહંત સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે નમે તે સૌને ગમે. સાચા સંત પાસે નમીને પ્રાયશ્ચિત કરીશું તો નિર્મલ બનશું. બ્રહ્મના સંગે દાસત્વપણુ રાખીને જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિ�ઓ સરળતાથી પામી શકાય છે.

બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષએ જીવન સૂત્ર સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અંતિમ શ્વાસ સુધી દેશ-વિદેશમાં ભગવાનના ગુણગાન ગાયા હતા. તે�\\\"એ લોકોના જીવન ઉત્કર્ષ કર્યા હતા. આજે કીર્તન ભક્તિ દ્વારા સંતોએ સૌને પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવી વાતાવરણને દિવ્ય કરી દીધું હતું. સૌના હૈયે એક જ સૂર હતો પ્રમુખ સ્વામી આવ્યા રે, પધાર્યા રે, મહંત સ્વામી રૂપે આજ. પૂજ્ય મહંત સ્વામી પૂજા બાદ ગુરુ પ્રમુખસ્વામી મહારાજના પુનિત પ્રસંગો વર્ણવ્યા હતા.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની િવશ્વફલક સમ પ્રવૃત્તિઓની પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના સેવારથથી સૌ કોઈને મુલાકા દ્વારા આ મહાન સંતે અસંખ્ય લોકોના જીવન ઉત્કર્ષ કર્યો છે. સમાજને મંિદરોની ભેટ આપી આધ્યાત્મિકતા પાઠો દ્વારા ચારિત્ર્યવાન સમાજની ભેટ આપી છે, ભારત અને િવશ્વના અનેક દેશોમાં આપત્તિના સમયે આ શુભમૂર્તિ અંતે પોતાની કરૂણા ગંગાના નીરથી સૌ કોઈના દુ:ખ દૂર કર્યા છે.

પૂ.મહંત સ્વામીને બાલ્યાવસ્થાથી જ વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજ બાળકો સાથે બાળક બની, યુવાનો સાથે યુવાન બની, વૃદ્ધો સાથી લાકડીનો ટેકો બની રહેલા હોય દેશ કે વિદેશ સૌ કોઈ સ્થળે તેઓ હંમેશને માટે સ્થપાઈ ગયા હતા.

મહંત સ્વામી મહારાજે વૃક્ષારોપણ કર્યું
પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક અનોખી રીતે સ્મરણાંજલી અર્પી હતી. વૃક્ષ વાવો વૃક્ષો નુ પુજન કરી 4200 છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહંત સ્વામી મહારાજની વૃક્ષો પ્રત્યે ના પ્રેમ ને તેમજ તેમનો અભ્યાસ દર્શાવે છે. વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ છે અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તે�ઓએ બી.એસ.સી એગ્રીકલ્ચર કર્યું હતું. તે�ઓએ વૃક્ષ એ જ જીવનનો મંત્ર આપી સૌ કોઈને વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...