10 દિવસીય દશામાના વ્રતનો કાલથી ધર્મોલ્લાસભેર પ્રારંભ

ભાવનગર સહિત રાજ્યભરમાં અષાઢ વદ અમાસ, તા. 11 જુલાઈને શનિવારથી દશામાના પવિત્ર વ્રતનો આરંભ થઇ રહ્યો છે. જેથી ખાસ કરીને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
10 દિવસીય દશામાના વ્રતનો કાલથી ધર્મોલ્લાસભેર પ્રારંભ
ભાવનગર સહિત રાજ્યભરમાં અષાઢ વદ અમાસ, તા. 11 જુલાઈને શનિવારથી દશામાના પવિત્ર વ્રતનો આરંભ થઇ રહ્યો છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુ�ઓમાં ભારે ધર્મોલ્લાસ પ્રવર્તી રહ્યો છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા 15 વર્ષથી દશામાના વ્રતનો મહિમા દર વર્ષે વધી રહ્યો છે.

દશામાના વ્રત ધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરે છે. દસ દિવસ સુધી દશામાનો ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે. વ્રતધારી મહિલા�ઓ ઉપવાસ કરી દશામાનું ભાવ પૂજન કરે છે એટલું જ નહીં પરિવારના સભ્યો તેમજ પાડોશી મહિલા�ઓ દશામાની વાર્તા નું વાંચન અને શ્રવણ કરે છે.

આ દિવસોમાં વ્રતધારી પરિવારો યથાશક્તિ મુજબ બહેનોની ગોરણી, બટુક ભોજન, બ્રહ્મભોજન અને માતાજીનો તાવો પણ કરે છે અને તે�ઓને રોકડ સ્વરૂપે કે ચીજવસ્તુ�ઓ કે કાપડ સ્વરૂપે ભેટ આપી તે�ઓનો રાજીપો મેળવે છે. દશ દિવસ સુધી દરરોજ દશામાના સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. અંતમાં વ્રતધારી પરિવારો સામૂહિક રીતે દશામાની મૂર્તિનું દરિયામાં વિધિવત વિસર્જન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. શહેરમાં દશામાના વ્રતના અનુસંધાને મહિલા�ઓ દ્વારા બજારમાં ધૂમ ખરીદી થઇ રહી છે.

X
10 દિવસીય દશામાના વ્રતનો કાલથી ધર્મોલ્લાસભેર પ્રારંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App