તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar નોરતાથી શરૂ થનાર ઘોઘા દહેજ ફેરીનું સમયપત્રક જાહેર કરાયું

નોરતાથી શરૂ થનાર ઘોઘા-દહેજ ફેરીનું સમયપત્રક જાહેર કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સડક માર્ગ દેનાર દરિયાઈ માર્ગે ચાલનાર ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ ઉદ્ઘાટન ના રોજ ઘોઘા ખાતે થવાનું છે તથા પ્રથમ તેર દિવસ સુધી દરરોજની બે ફેરી ઘોઘાથી અને બે ફેરી દહેજથી શરૂ કરવામાં આવનાર હોવાનું ફેરી �ઓપરેટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રથમ ચરણમાં ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ ઉદઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘોઘા ખાતે આવ્યા હતા પરંતુ આ વખતે તે�ઓની ઉપસ્થિતિ લગભગ અશક્ય જણાતાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

ફેરી સર્વિસમાં 12મી તારીખે શુક્રવારે ત્રીજા નોરતે સવારે 8 કલાકે ઘોઘા ખાતેથી પ્રથમ જહાજ ઉપડશે અને દહેજ સવારે 9.30 કલાકે પહોંચી જશે. ત્યારબાદ દહેજથી 9 કલાકે આ ફેરી સર્વિસ ઉપડી અને ઘોઘા ખાતે 10.30 કલાકે આવી પહોંચશે. ઘોઘા ખાતેથી રાત્રીના 12 કલાકે ફરી વખત પોતાની જળ મુસાફરી ખેડે અને રાત્રે દોઢ કલાકે દહેજ પહોંચી જશે. બાદમાં દહેજથી વહેલી સવારે 4 વાગ્યે ઉપડીને સવારમાં 5.30 કલાકે ઘોઘા પહોંચી જશે.

શરૂઆતમાં દરરોજ બે ફેરી સર્વિસ નું આયોજન કરવામાં આવ્યું છે. જો કે દિવાળીના સમયગાળામાં સમગ્ર સૌરાષ્ટ્રના હીરા સંબંધિત વ્યવસાય કારો અને કારીગરો 25મી �ઓકટોબરથી ઘોઘા અને દહેજ ખાતે થી ત્રણ ત્રણ ફેરી સર્વિસ નું આયોજન કરવામાં આવ્યું છે.

રત્નકલાકારો સ્કૂટર સાથે વતનમાં આવશે
સુરતમાં રોજીરોટી અર્થે સેટલ થયેલા સમગ્ર સૌરાષ્ટ્રના રત્નકલાકાર ભાઈ�ઓ પોતાના પરિવાર સાથે વતનમાં દિવાળી કરવા માટે આવે છે. ફેરી સર્વિસ શરૂ થઈ જવાથી તે�ઓ પોતાનું બાઇક ફેરીમાં ચડાવી અને ગામડે પણ લઇ જઇ શકશે આમ અત્યારથી હીરાના વ્યવસાયકારો અને રત્નકલાકારો પોતાના વાહન સહિત વતનમાં દિવાળી બનાવવાના આયોજન ઘડી શકશે.

25 �ઓક્ટો.થી દરરોજ ફેરી સર્વિસની 3 ટ્રિપ
ઘોઘાથી ઉપડશે દહેજ પહોંચશે દહેજથી ઉપડશે ઘોઘા પહોંચશે

સવારે 8 કલાકે 9.30 કલાકે સવારે 11 વાગ્યે બપોરે 12

સાંજે 5 કલાકે સાંજે 6.30 કલાકે રાત્રે 9 વાગ્યે રાત્રે 10.30

રાત્રે 12 કલાકે રાત્રે 1.30 કલાકે સવારે 4 કલાકે સવારે 5.30

અન્ય સમાચારો પણ છે...