તમામ લાયકાત હોવા છતા પણ ઇન્ટરવ્યૂથી વંચિત રખાયાની રાવ

ભૂત ધૂણ્યુ | યુનિ.ના ચર્ચાસ્પદ ભરતીકાંડનો આફટરશોક એસ.પી.યુનિ.ના નિયમીત પ્રાધ્યાપકની કાનૂની કેસની ચેતવણી ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
તમામ લાયકાત હોવા છતા પણ ઇન્ટરવ્યૂથી વંચિત રખાયાની રાવ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતીકાંડમાં તાજેતરમાં એક પ્રાધ્યાપકે કાનૂની રાહ પકડ્યા બાદ વધુ એક ઉમેદવાર પોતાની સંપૂર્ણ લાયકાત હોવા છતા તેઓને ઇન્ટરવ્યૂ કોલ આપવામાં આવ્યો નહીં હોવા અંગેની રાવ કુલસચિવ સમક્ષ કરી અને કાનૂની કેસની ચેતવણી આપી છે.

ભાવનગર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રારની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. રોહિત દવેએ કુલસચિવને કાનૂની કેસના ચેતવણીરૂપે લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, તેઓ ડેપ્યુટી રજીસ્ટ્રારની ભરતી માટે લાદવામાં આવતી તમામ લાયકાતો પરિપૂર્ણ કરતા હોવા છતા તેઓને ઇન્ટરવ્યૂ કોલ લેટર પણ આપવામાં આવ્યો ન હતો, અને તેઓથી ઓછી લાયકાત અને નિયમ મુજબની લાયકાત નહીં ધરાવનારા લોકોને નોકરી આપવામાં આવી છે.

ડૉ.દવેના પત્ર મુજબ, તેઓએ વર્ષ 2006માં ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થામાંથી પી.એચડી કરેલુ છે, પીજી ડિપ્લોમા મેનેજમેન્ટ કરેલુ છે, વલ્લભવિદ્યાનગર ખાતે ISTAR કોલેજ ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે છેલ્લા 9 વર્ષથી નિયમીત પગાર ધોરણમાં ફરજ બજાવે છે અને એસ.પી.યુનિ.માં તેઓ બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બર પણ છે. ઉપરાંત અનેક યુનિવર્સિટીઓમાં ડેપ્યુટી રજીસ્ટ્રારના ઇન્ટરવ્યૂ તેઓ આપી ચૂકેલા છે.

તમામ લાયકાત, અનુભવ સહિતની બાબતો હોવા છતા તેઓને ઇન્ટરવ્યૂ કોલ લેટર અપાયો નથી અને ડૉ.દવેએ કાનૂની કેસની ચેતવણી આપી છે. આ અગાઉ પ્રાધ્યાપક ડૉ.પી.એ.ગોહિલે પણ શા.શિ.નિયામક માટે યુનિ.ને પત્ર ઠપકાર્યો છે અને કાનૂની રાહ લીધી છે. જ્યારે ડે.રજીસ્ટ્રારમાં આરટીઆઇ યુધ્ધ બાદ ડૉ.ત્રિવેદી પણ કાનૂની જંગના પગથીયે પહોંચી ગયા છે. આમ, યુનિ.નું ભરતીકાંડ હજુ પણ હળવા આફટરશોક આપે રાખે છે.

X
તમામ લાયકાત હોવા છતા પણ ઇન્ટરવ્યૂથી વંચિત રખાયાની રાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App