મ્યુનિ. શાળાઓના છાત્રોના યુનિફોર્મ અંગે રજૂઆત કરાઇ

ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળા�ઓમાં અભ્યાસ કરતા ધો. 1 થી 8 ના વિદ્યાર્થી ભાઇ�ઓ તથા બહેનોને જુદા-જુદા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
મ્યુનિ. શાળાઓના છાત્રોના 
 યુનિફોર્મ અંગે રજૂઆત કરાઇ
ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળા�ઓમાં અભ્યાસ કરતા ધો. 1 થી 8 ના વિદ્યાર્થી ભાઇ�ઓ તથા બહેનોને જુદા-જુદા યુનિફોર્મ અંગે દરેક આચાર્યોને અપાયેલી મૌખિક સૂચના�ઓ સંદર્ભે શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા આક્રોશ વ્યકત કરાયો છે.

ભાવનગર મ્યુનિ.ની શિક્ષણ સમિતિની દરેક શાળા�ઓ તેમની રીતે યુનિફોર્મ નકકી કરી આડેધડ વાલી�ઓ પાસેથી નાણા લેતા હોવાનું જાણવા મળેલ છે. તંત્ર દ્વારા આ અંગેનું માપદંડ પણ નકકી કરવામાં આવેલ નથી જે એક ગંભીર બાબત હોય ભાવનગર મ્યુનિ.ની શિક્ષણ સમિતિના સભ્યો કલ્પેશ મણિયાર, નિર્મળસિંહ જાડેજા, સલીમ રાધનપુરી અને વિવેક દીધે દ્વારા પ્રબળ રોષ વ્યકત કરાયો છે. દરેક શાળા�ઓમાં જુદા જુદા ડ્રેસથી શહેરની 55 શાળા�ઓમાં સમરસતા જળવાતી નથી અને એકતા અને સમૂહજીવનનો હેતુ જળવાતો નથી.

આ નીતિ વિષયક બાબત હોવાથી શિક્ષણ સમિતિમાં ડ્રેસ બાબતે વિગતે ઠરાવ કરાવી નિર્ણય લેવાનો હોવા છતા શાસનાધિકારી દ્વારા સતાનો દુરપયોગ કરી શાળાના વિદ્યાર્થી�ઓના વાલી�ઓ પર આર્થિક ભારણ ઉભુ કરાયેલ છે.

X
મ્યુનિ. શાળાઓના છાત્રોના 
 યુનિફોર્મ અંગે રજૂઆત કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App