ગ્રંથપાલની 629 જગ્યાઓ એક જ ઝાટકે રદ

િનર્ણય ક્યાંથી વાંચે ગુજરાત : ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરી નથી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
ગ્રંથપાલની 629 જગ્યાઓ એક જ ઝાટકે રદ
એજ્યુકેશન રિપોર્ટર |ભાવનગર |9 �ઓગસ્ટ

ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળા�ઓમાં 629 જેટલા ગ્રંથપાલો ની ખાલી જગ્યા�ઓ સરકારે કલમના એક જ ઝાટકે રદ કરવાના આદેશ થી સમગ્ર શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બાંધવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં સંયુક્ત શિક્ષણ નિયામકે જણાવ્યું છે કે રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા�ઓમાં ખાલી પડેલી શાળા ગ્રંથપાલોની 629 જગ્યા�ઓ રદ કરવામાં આવેલ છે. આ ધરાવતી ગ્રંથ ગ્રંથાલય વિજ્ઞાનમાં સ્નાતક કે અનુસ્નાતક થયેલા બેરોજગારોમાં રોષની લાગણી જન્મી છે.

ગુજરાતમાં 11 જેટલી યુનિવર્સિટી�ઓમાં લાયબ્રેરી સાયન્સના કોર્સ છેલ્લા 40 વર્ષથી ચાલી રહ્યા છે અને બેરોજગારો છેલ્લા 20 વર્ષથી ભરતીની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે અને સેલ્ફ ફાઈનાન્સ શૈક્ષણિક સંસ્થા�ઓમાં તદ્દન નજીવા વેતનથી ફરજ બજાવી રહ્યા છે. આવા ઉમેદવારો માટે આ સમાચાર આઘાત જનક સાબિત થયા છે.

ઉતરતી જતી ભાષાનાં શિક્ષણની ગુણવત્તા

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી ભાષાનું શિક્ષણ નીચું જોવા મળી રહ્યું છે. 50 ટકા જેટલા વિદ્યાર્થી�ઓ વાંચન-લેખન અને ગણનના અભાવે ગુજરાતી ભાષામાં નાપાસ થયેલા જોવા મળ્યા છે. ઉચ્ચ અધિકારી�ઓ દ્વારા નિરીક્ષણ દરમિયાન પણ આ નબળાઈ ખુલવા પામી હતી.

નિયમ શું કહે છે ?

ભારત સરકારના તમામ શિક્ષણ પંચોએ શૈક્ષણિક સંસ્થા�ઓમાં ગ્રંથાલયને કેન્દ્ર સ્થાને ગણાવ્યા છે. શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ ગ્રંથાલયને અનિવાર્ય ગણવામાં છે ત્યારે શાળા કમિશનર દ્વારા કેવી રીતે કોને સૂચનાથી આ જગ્યા�ઓ રદ કરાવી છે તે એક ચર્ચાનો વિષય છે.

4 વર્ષથી સ્થિતિ ખરાબ

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંચન અભિરુચિ કેળવાય અને લેખન કૌશલ્ય મળે એ માટે વાંચે ગુજરાત અભિયાન ગ્રંથાલયના સહયોગથી શરૂ કર્યું હતું પરંતુ છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતના શિક્ષણ વિભાગે ગ્રંથાલયો અને ગ્રંથપાલોની માઠી દશામાં કોઈ કસર છોડી નથી.

X
ગ્રંથપાલની 629 જગ્યાઓ એક જ ઝાટકે રદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App