Home » Saurashtra » Latest News » Bhavnagar City » પક્ષાપક્ષીમાં લગત જમીનની ફાઇલ ત્રણ વર્ષથી અભરાઇએ

પક્ષાપક્ષીમાં લગત જમીનની ફાઇલ ત્રણ વર્ષથી અભરાઇએ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:50 AM

ઇરાદો | કોર્પો.-પંચાયત બંનેમાં શાસક ભાજપ જ છે

 • પક્ષાપક્ષીમાં લગત જમીનની ફાઇલ ત્રણ વર્ષથી અભરાઇએ
  િજલ્લા પંચાયતનંુ રેકર્ડ રાખવા 400 સ્કવેર મીટરની જમીન કોર્પો. પાસે માંગી હતી

  ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર,ભાવનગર | 9 ઓગસ્ટ

  સરકારી રેકર્ડ રાખવા માટે િજલ્લા પંચાયત દ્વારા ત્રણ વર્ષ અગાઉ ઠરાવ કરીને મ્યુ. કોર્પોરેશન પાસેથી 400 સ્કેવર મીટર જગ્યાની માંગણી કરી હતી, પરંતુ િજલ્લા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન હતુ, જ્યારે મ્યુ. કોર્પોરેશનમાં ભાજપનુ શાસન હોવાથી આ ફાઇલ 3 વર્ષથી અભેરાઇએ ચડાવી દેવામાં આવી છે, હાલમાં જ્યારે િજલ્લા પંચાયતમાં ભાજપે શાસક પક્ષ તરીકે સુકાન સંભાળ્યુ છે ત્યારે આ ફાઇલમાં નિર્ણય લેવામાં આવશે કે કેમ તેવો સવાલ કર્મચારી વર્ગમાંથી ચર્ચાઇ રહ્યો છે.

  ભાવનગર િજલ્લા પંચાયતને રિનોવેશન કરવામાં આવ્યુ છે, પરંતુ સરકારી દફતર-રેકર્ડ કયા રાખવુ તે પ્રશ્ન સતાવી રહ્યો છે. િજલ્લા પંચાયત બિલ્ડીંગની પૂર્વ દિશામાં જ ભીડ ભંજન મહાદેવ તરફ જતા રસ્તા પર એક મકાન બંધ હાલતમાં પડ્યુ છે, જેની માલિકી કોર્પોરેશનની છે.

  આ જમીન ટોકન દરે ખરીદવા માટે િજલ્લા પંચાયતની સાધારણ સભામાં ગત. તા. 24 /8/2015માં ઠરાવ કરાયો હતો, જેના અનુસંધાને િજલ્લા વિકાસ અધિકારી દ્વારા મ્યુ. કમિશનર સાથે પત્ર વ્યવહાર પણ કર્યો હતો. પરંતુ પ્રશ્ન ત્યા હતો કે જે તે સમયે િજલ્લા પંચાયતમાં શાસક પક્ષ તરીકે કોંગ્રેસ હતો, જ્યારે મ્યુ. કોર્પોેરેશનમાં ભાજપ સત્તા સ્થાને છે.

  આથી શાસક ભાજપ આ નિર્ણય લેવામાં વિલંબ કરે તે સ્વાભાવિક હતુ, પરંતુ હવે આવી અડચણ પણ નથી રહી, કારણ કે િજલ્લા પંચાયતમાં પણ ભાજપ સત્તા સ્થાને છે, ત્યારે મ્યુુ. કોર્પોરેશનના શાસકો આ અંગે િજલ્લા પંચાયતના શાસકોને ન્યાય આપશે કે કેમ તેની સામે મીટ મંડાયેલી છે. કોર્પોરેશન ધારે તો આ જમીન િજલ્લા પંચાયતને આપે તો ત્યા આધુિનક ટચ સાથેનો રેકર્ડરૂમ બની શકે તેમ છે.

  જગ્યા મેળવવા ટંૂક સમયમાં નિર્ણય લઇશુ

  અગાઉ થયેલા પત્ર વ્યવહારો ચકાસીને મ્યુ. કોર્પોરેશન સાથે ચર્ચા કરીને આ જમીન િજલ્લા પંચાયતને મળે તે માટે કાર્યવાહી હાથ ધરીશંુ, આગામી થોડા સમયમાં જ આ બારામાં નિર્ણય આવી જાય તે માટે કોર્પોરેશનના શાસક પક્ષ સાથે વાતચીત કરીને અદ્યતન રેકર્ડરૂમ બને તેવો પ્રયાસ કરીશંુ. ભરત હડિયા, ચેરમેન, કારોબારી સમિતી, િજ.પં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ