ભાજપને ખબર જ નથી કે ફોરટ્રેક કેટલાના ખર્ચે બનશે

820 કરોડના પ્રોજેક્ટની અજ્ઞાનતા 2 તારીખે 700 કરોડના ખર્ચે થવાનો હોવાનું જણાવતા ભાજપે 9મીએ 850 કરોડનો ગણાવ્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:50 AM
ભાજપને ખબર જ નથી કે ફોરટ્રેક કેટલાના ખર્ચે બનશે
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | 9 �ઓગસ્ટ

નારીથી અધેલાઇ સુધીના 33 કિલોમીટરના આર.સી.સી. રોડનું આગામી તા.12 �ઓગસ્ટને રવિવારે ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમૂહૂર્ત થનાર છે. ભાજપ માટે પણ જશ ખાટવા માટેનો આ એક મોટો પ્રોજેક્ટ છે. પરંતુ ભાજપને ખબર જ નથી કે આ પ્રોજેક્ટ કુલ કેટલા ખર્ચે સાકાર થવાનો છે. ગત તા.2 �"ગસ્ટે રૂા.700 કરોડનાા ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થવાનો છે તેમ કહેતા ભાજપ આજે આ યોજના રૂા.850 કરોડન ખર્ચે થશે તેમ ગણાવી રહી છે. ખરેખર વાસ્તવિકતા એ છે કે પ્રોજેક્ટ રૂા.820 કરોડનો છે.

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ ફોર ટ્રેકના અભાવે ગોઝારો બની ગયો છે અને રોજબરોજ આ રોડ પર નાના મોટા વાહન અકસ્માતો સર્જાતા રહે છે. ફોર ટ્રેક બનાવવા માટે વર્ષોથી મંત્રી�ઓ અને ધારાસભ્યો માત્ર જાહેરાતો જ કરતા હતા પણ હવે ખરેખર આ માર્ગ ફોર ટ્રેક થવા વાસ્તવિક રીતે જઇ રહ્યો છે. આગામી તા.12 �ઓગસ્ટને રવિવારે નારી ચોકડી ખાતે નારીથી અધેલાઇ સુધીના 33 કિલોમીટરની લંબાઇના આરસીસી માર્ગનું ખાતમૂહૂર્ત થવાનું છે. પરંતુ ભાવનગર શહેર ભાજપ હરખના માર્યા રોજે રોજ ખર્ચની રકમ વધારતા જાય છે. ગત તા.2 �ઓગસ્ટે આ પ્રોજેક્ટની રકમ રૂા.700 કરોડ દર્શાવેલી તે આજે 9મી �ઓગસ્ટે રુા.850 કરોડ કરી નાખી છે. હકીકતમાં આ માર્ગના પ્રોજેક્ટની કુલ રકમ રૂા.820 કરોડ છે.

X
ભાજપને ખબર જ નથી કે ફોરટ્રેક કેટલાના ખર્ચે બનશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App