તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરના યુવાનો કાંઇક નવું કરે, સાહસીકતા કેળવે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘ભાવનગરનાયુવાનો કાંઇક નવું કરે અને ઉદ્યોગ સાહસિકતા કેળવે તો ભાવનગરમાંથી સ્થળાંતર આપોઆપ અટકશે’ તેમ યુવા ઉદ્યોગપતિ દર્શક શાહ (મધુસિલીકા)એ જણાવ્યું છે.

ભાવનગરમાંથી થઇ રહેલું સ્થળાંતર અને તે અટકાવવા માટેના ઉપાયો અંગે ટોક-શોની ચર્ચા દરમિયાન આક્રમક શૈલીમાં અભિપ્રાય આપનાર દર્શક શાહે ભાવનગરના યુવાનોના ઉત્સાહને બીરદાવ્યો હતો પણ સાથોસાથ તેઓ કાંઇક નવું કરી દેખાડે તે માટેનું આહવાન પણ આપ્યું હતું. જો યુવા ઉદ્યોગ સાહસિકો આગળ આવશે અને ચીલો ચાતરશે તો ભાવનગરમાં નવા ઉદ્યોગ પણ આવશે અને સ્કીલ ધરાવતા યુવાનોને ભાવનગરમાં યોગ્ય રોજગારી મળી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. ભાવનગરના લોકોમાં ભાવનગર માટે ગૌરવ અને વતનપ્રેમ છે પણ વતનપ્રેમને વધુ મજબૂત બનાવી ભાવનગરના િવકાસમાં એક બની સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો. જો યુવાનો ઉદ્યોગક્ષેત્રે સાહસિકતા કેળવી પોતાના વતન ભાવનગરમાં રોકાણ કરી ઉદ્યોગ સ્થાપશે તો સ્થળાંતર અટકશે

યુવા ઉદ્યોગપતિ દર્શક શાહનું આહવાન

3800 કરોડનો પ્રોજેક્ટ

દહેજ ખાતે ચાલ્યો ગયો

ભાવનગરમાંએમ.આર.એફ કંપની દ્વારા રૂ.3800 કરોડનો પ્રોજેક્ટ નાંખવા માટે િવચારણા થઇ રહી હતી અને તે માટે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામા આવી હતી. પણ જમીન સહિતના પ્રશ્ને અગવડતા પડતા અંતે કંપનીએ દહેજ ખાતે પ્રોજેક્ટ કરવા માટે તાજેતરમાં રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યા છે.

ભાવનગરમાં નવા ઉદ્યોગો આવશે અને સ્કીલ ધરાવતા યુવાનોને રોજગારી પણ મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો