તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર રેલવેમાં કેશલેસ પેમેન્ટની સુવિધા શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|ભાવનગર | 18 માર્ચ

ભાવનગરરેલવે સ્ટેશનેથી કોઇ પર ટ્રેનની મુસાફરી માટે બુકીંગ કરવું હશે તો હવે રોકડા પૈસા નહીં હોય તો પણ ચાલશે. ક્રેડીટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી હવે ટીકીટના પૈસા ચૂકવી શકાશે. આમામી ટૂંક સમયમાં ભાવનગર રેલવેના તમામ એટલે કે 90 રેલ મથકો પર સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રેલવેનો પ્લાન છે.

રેલવે સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલમાં ભાવનગર ટર્મીનસ ખાતે રિઝર્વેશન બારી નં. 3 પર પી�ઓએસ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આના કારણે હવે લોકો પાસે રોકડા પૈસા નહીં હોય તો પણ બુકીંગ કરાવી શકાશે. ભાવનગર રેલવે સ્ટેશનના ચિફ રિઝર્વેશન સુપરવાઇઝર અજય નૈયરે કહ્યું કે કાર્ડ દ્વારા પેમેન્ટમાં અંદાજીત 3 મીનીટનો સમય લાગે છે. માત્ર કાર્ડ સ્વાઇપ કરીને પાસવર્ડ નાખવાથી પેમેન્ટ કરી શકાય છે.

પ્રક્રિયા એકદમ સરળ છે અને તેમાં ડેબિટ કાર્ડ તેમ ક્રેડીટ કાર્ડ પણ ચાલે છે. હાલ સુવિધા રિઝર્વેશન પૂરતી મર્યાદીત છે. લોકલ કે કરંટ ટીકીટ મેળવવા માટે રોકડા પૈસા લેવામાં આવે છે. સુવિધા સવારના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી તમામ રિઝર્વેશન ઇચ્છુકો માટે ઉપલબ્ધ છે. ડીઆરએમ જ્યોતીપ્રકાશ પાંડેયે જણાવ્યું કે સુવિધા તાજેતરમાં ભાવનગર ડીવીઝનના પોરબંદર, જૂનાગઢ, વેરાવળ જેવા સ્ટેશનો ઉપર પણ શરૂ કરવામાં આવી છે.

સુવિધા|હવે રેલવેની સુવિધાઓ મેળવવા માટે રોકડા પૈસા નહીં હોય તો ચાલશે

થોડા દિવસોમાં બધા સ્ટેશનો પર પી�ઓએસ

^ભાવનગરરેલવે સ્ટેશને શરૂ થયેલી સુવિધા એક માઇલ સ્ટોન બની રહેશે. હવે પેમેન્ટ બાબતે ભાવનગર રેલવે ડીઝીટલ યુગમાં પ્રવેશે છે. હવે પછીના થોડા દિવસોમાં ભાવનગર રેલવેના તમામ 90 રેલવે સ્ટેશનો પર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. >માશૂકઅહેમદ, ડીસીએમ,ભાવનગર રેલવે

ટૂંક સમયમાં તમામ 90 રેલ્વે સ્ટેશનો પર પીઓએસ સુવિધા શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો