તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં ગુજરાત પોલો કપ રમાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાસ્કેટબોલ,ટેબલ ટેનિસ માટે સમગ્ર દેશમાં ભાવનગરનું નામ સ્પોર્ટ્સ જગતમાં જાણીતુ હતુ. હવે પોલોની રમતે પણ ભાવનગરને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવી છે. આગામી તા. 7થી 9એપ્રિલ દરમિયાન ભાવનગરના જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો કપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, સ્થાનિક ખેલાડીઓના કોમ્બિનેશનથી 6 ટીમો માટે 24 ખેલાડીઓનું અોક્શન કરવામાં આવશે.

જવાહર મેદાન ખાતે રમાનાર પોલો ટુર્નામેન્ટ માટે 10હજાર દર્શકોની ક્ષમતા વાળુ સ્ટેડિયમ પણ ઉભુ કરવામાં આવશે, ઉપરાંત મોટા એલઇડી સ્ક્રીન પર પણ ખેલકૂદપ્રેમી જનતા મેચોનો આનંદ સ્ટેડિયમની બહારથી પણ ફેન પાર્કમાં ઉઠાવી શકશે.

ગુજરાત પોલો કપના પ્રણેતા ચિરાગ પારેખે જણાવ્યુ હતુકે, પોલોની રમત અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે બોલિવૂડની ખ્યાતનામ હસ્તીઓ જેવી કે સૈફઅલીખાન, સન્ની લીઓન, કીર્તિ સેનન, સુરજ પંચોલી સહિતના સ્ટાર અને દેશના ખ્યાતના સિંગરો, ડાન્સરો દરરોજ મોજુદ રહેશે. તમામ હસ્તીઓ સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન ઝીલવા ઘોડા પર ફરશે.

આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સમીર સુહાગ, સૈયદ બશીરઅલી, ધ્રુપાલ ગોધારા, સમશેર અલીખાન, ગૌરવ સેહગલ અને લેરક્સ હેન્ડ્રીક્સ ઉપરાંત ભાવનગરના મનસૂરખાન, જયવીરસિંહ પણ ભાગ લેશે.

ફ્લાઇટ કનેક્ટિવિટી ભાવનગરનો મુખ્ય પ્રશ્ન

ભાવનગરખાતે 3 દિવસ સુધી ગુજરાત પોલો કપ રમાવાનો છે. જેમાં સમગ્ર દેશમાંથી રોયલ ફેમિલીના લોકો, બોલિવૂડની ખ્યાતનામ સ્ટાર કાસ્ટ, સરકારના પ્રતિનિધિઓ મેચો નિહાળવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આવી રહ્યા છે, પરંતુ ભાવનગરથી મુંબઇ અને મુખ્ય શહેરો વચ્ચેની ફ્લાઇટ કનેક્ટિવિટીની મુખ્ય સમસ્યા છે. કેન્દ્ર સરકારમાં મંત્રી, સાંસદ, ભાજપ પ્રદેશ પ્રમુખ ભાવનગરના છે, પરંતુ ભાવનગરની સમસ્યા ઉકેલવામાં તમામ લોકો અસમર્થ સાબિત થઇ રહ્યા છે.

વિશ્વનાનક્શામાં ભાવનગર ઉપસી આવશે

^આગમીસપ્ટેમ્બરમાં દેશમાં ક્રિકેટની આઇપીએલની તર્જ પર ચેમ્પિયન્સ પોલો લીગ રમાડવામાં આવનાર છે. તે પૂર્વે ગુજરાત પોલો લીગનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક આકર્ષણો સાથેની ટુર્નામેન્ટને કારણે ભાવનગર વિશ્વના નક્શામાં ઉપસી આવશે. >ચિરાગપારેખ, પ્રમોટર,ચેમ્પિયન્સ પોલો લીગ

સન્ની લીયોન, સૈફઅલીખાન સહિતના બોલિવુડ સ્ટાર ભાવનગર આવશે

સ્પોટર્સ | 7થી 9 એપ્રિલ દરમિયાન જવાહર મેદાનમાં IPLને ભુલાવી દે તેવું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો