તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવ સ્પેરો ડે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરની એક-એક શેરીઓમાં આજથી એક દાયકા પૂર્વે ચકલીઓનો ચીં...ચીં... અવાજ સતત ગુંજ્યા કરતો હતો પણ આજે ભાવનગરમાંથી ચકલીની પ્રજાતિ જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય રીતે વસ્તી ઘટી ગઈ છે ત્યારે આપણી આગળની પેઢીને ચકલીને જોવા મ્યુઝિયમ કે ફિલ્મમાં જવું પડે તે હેતુથી તા.20 માર્ચને સોમવારે ‘સેવ સ્પેરો ડે’ (ચકલી બચાવ દિન)ની ઉજવણી વિશ્વ સ્તરે કરવામાં આવશે. શહેરમાં ચકલીઓની વસતિના ઘટાડાનું એક મુખ્ય કારણ મોબાઇલ ટાવર છે જેના હાનિકારક તરંગોના કારણે ચકલીના ઇંડાને પારાવાર નુકશાન થતું હોવાનું તારણ છે.

બદલાયેલી જીવનશૈલીને કારણે શહેરોમાં ચકલી નામનું પંખીડું ગાયબ થઇ ગયું છે. ચકલી વૃક્ષો ઉપર માળો નથી બાંધતી. અગાઉ મકાનોમાં નળિયા અને લાકડાંના બાંધકામો હતા. ઘરના રૂમોમાં લટકતી તસવીરોની પાછળ ચકીબેન અને ચકારાણા માળો બાંધતા. હવે એમની સુવિધા છીનવાઇ ગઇ છે. આજના યુગમાં આપણે

સૌ કોઈએ ભેગા થઈ આંગણાના કલરવ કરતાં પક્ષી ચકલીની સંખ્યા વધારવી પડશે હાલના સમયમાં મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો, વૃક્ષોના વધુ પડતા છેદનને કારણે રાસાયણિક પ્રદૂષણને કારણે તેમજ ઘરમાં માળો નહીં બનાવી દેવાને લીધે ચકલીની સંખ્યા ઘટી રહી છે. વૃક્ષ છેદન-રાસાયણિક પ્રદૂષણ પણ કારણભૂત છે.

પ્રકારના પ્રદૂષણને લીધે શહેરમાં ચકલીઓની પ્રજાતિ જાણે ખતમ થવા આવી છે. એક સમયે આપણા આંગણાનું પક્ષી ગણાતી ચકલીના દર્શન શહેરી િવસ્તાર અને ખાસ કરીને ગીચોગીચ વસતિ, ઉદ્યોગીકરણ િવગેરેના એરીયામાં દુર્લભ થઇ ગયા છે. આથી દર વર્ષે 20મી માર્ચે ચકલી બચાવ િદવસની િવશ્વસ્તરે ઉજવણી કરવામાં આવે છે.

માળનાથ ગ્રુપ દ્વારા કુંડા તથા માળાનું વિતરણ

માળનાથગ્રુપ દ્વારા તા.20 માર્ચને સોમવારે સાંજે 5 કલાકે ચકલી માટેના કુંડાનું વિતરણ શહીદ સ્મારક, હલુરિયા ચોક, ખાતેથી કરવામાં આવશે. દાતા મહેતા ટ્રસ્ટના સહયોગથી કુંડાનું વિતરણ અંધ ઉદ્યોગ શાળાના બાળકોના હસ્તે કરવામાં આવશે. ભાવનગરમાં ચકલીઓની વસતિ િદન-પ્રતિદિન ઓછી થઇ રહી છે ત્યારે માળનાથ ગ્રુપ દ્વારા સોમવારે િવનામૂલ્યે કુંડાના િવતરણનો લાભ લેવા પક્ષી પ્રેમીઓને જણાવાયું છે.

આંગણાના પક્ષી ગણાતી ચકલીના આંગણે દર્શન દુર્લભ!

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો