તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરના આઉટર રિંગ રોડ સહિતના માર્ગો અંગે ચર્ચા થઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરનાઆઉટર રિંગરોડ-રસ્તા અંગેની સમીક્ષા બેઠક સંસદીય સચિવ વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીમાં યોજાઇ હતી. જેમાં રસ્તાઓની લાઇટીંગ બાબતોની કામગીરી અંગે વિગતવાર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી.

ફેઇઝ-1 પૈકી મંત્રેશ કોમ્પલેક્ષ થી એરપોર્ટ રોડ સુઘીના રીંગરોડ માટે રૂવામાં આવેલ રવેચીમાતા તળાવ પાસેથી થતા રીંગરોડની એલાઇમેન્ટ/ડીમાર્કેશનની કામગીરી ફેઇઝ-2 પૈકી નૈમીષારણ કોલેજથી બુઘેલ સિદસર બાયપાસ સુઘીનો ટી.પી.સ્કીમ 6 સિદસર રીંગરોડના ડીમાર્કેશન તેમજ ટી.પી.એકટ ની કલમ 48 મુજબ ની નોટીસો આપવાની કામગીરી રીંગરોડમાં આવતા બાંઘકામાં/દબાણો ખુલ્લા કરાવવાના રહશે.

ફેઇઝ-3 નવા બંદર રોડ થી જુના બંદર ની માપણી કરી સ્થળે રોડનુ ડીમાર્કેશન કરવુ રોડમાં સમાવેશ થતી GMB સોલ ફાર્મ(સરકારી) તથા ખાનગી સર્વે નંબર ની જમીન સંપાદન કરવા ચાર માર્ગીય રસ્તાઓ નારી ચોકડી થી ભાર્ગવ વૃક્ષ મંદિર સુઘી, ટોપ-થ્રી સીનેમાથી અધેવાડા ગામ સુધી, ઘોઘારોડ ગૌશાળા થી એરપોર્ટ (રૂવા) સુધીના રસ્તાઓ ચાર માર્ગીય કરવા ચર્ચા થઇ હતી.

કોર્ટનો હૂકમ છતાં દબાણ દુર થતું નથી

શહેરનાઆઉટર રિંગ રોડ પર સાંસદ ડો.ભારતીબહેન શિયાળના નિવાસની સામેના ભાગે એક મકાન દબાણરૂપે છે. વર્ષોથી દબાણ છે. કોર્ટનો હૂકમ પણ સામે હોવા છતાં દબાણ દુર કરવામાં આજ સુધી તો તંત્ર સફળ રહ્યું નથી.

રીંગરોડમાં આવતા દબાણો ખુલ્લા કરાશે

નારી ચોકડીથી વૃક્ષ મંદિર, ગૌશાળાથી એરપોર્ટના સહિતના ત્રણ રસ્તા ફોરલેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો