તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ટર્મીનસના નવા પ્લેટફોર્મ, પીટ લાઇન્સનો પ્રશ્ન ટલ્લે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટર્મીનસના નવા પ્લેટફોર્મ, પીટ લાઇન્સનો પ્રશ્ન ટલ્લે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર રેલવેને અને તેમાં પણ ભાવનગર ટર્મીનસને નવી ટ્રેન ફાળવવા માટે અનેક વખત વાત જગી જગીને ઓલવાઇ જાય છે અને આખરે મંજૂર થવાના આરે પહોંચેલી ટ્રેન નામંજૂર થઇ જાય છે અેના અનેક કારણોમાંનું એક કારણ અે છે કે ભાવનગર રેલવે સ્ટશને પ્લેટફોર્મની સંખ્યા ઓછી છે એટલું નહીં પીટલાઇન્સ પણ ઓછી છે. આના કારણે ગાડીઓ વહેલી-મોડી આવવા કે ઉપડવાના પણ બનાવો બનતા રહે છે. ભાવનગરને રેલવે સુવિધા આપવા મામલે અનેક વખત અન્યાય થઇ રહ્યો છે તેના અનેક કારણોમાં એક કારણ પણ છે કે અહીં કેટલીક પાયાની સુવિધા નથી. હવે જૂના જમાનાનું સ્ટેશન નથી રહ્યું છતાં સુવિધા તો જૂના જમાનાની રહી છે. અહીં મર્યાદીત સંખ્યામાં ગોદી છે અને માત્ર બે પ્લેટફોર્મ છે. ત્રીજું પ્લેટ ફોર્મ બની શકે એટલી જગ્યા છે. તેમ છતાં ત્રીજું પ્લેફોર્મ બનાવવામાં આવી રહ્યું નથી. ગોદીઓની સંખ્યા વધારવામાં આવી રહી નથી. આના કારણે અનેક વખત બે ગાડી સ્ટેશન પર હાજર હોય ત્યારે ગાડીઓ અનેક વખત પરા અથવા વરતેજ પાસે ઊભી રાખવામાં આવે છે અને એક ગાડી ઉપડે પછી તે ગાડીને આવવા દેવામાં આવે છે. આના કારણે અનેક વખત અનેક લોકોનો સમય બગડે છે. લોકો સમયસર પહોંચી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો