તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાબંદર િવસ્તાર તંત્ર માટે જાણે અનાથ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 18 માર્ચ

સરકારએક તરફ પછાત િવસ્તારને પણ પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અને મહાનગરમાં ગ્રામ્ય િવસ્તારોને ભેળવવા જેવા મહત્વના િનર્ણયો લેવાયા છે. ત્યારે બીજી તરફ ભાવનગરથી એકદમ નજીકનો નવાબંદર િવસ્તાર સાવ અનાથ છે નવાબંદર િવસ્તારના લોકોનો મહાનગરપાિલકા કે િજલ્લા પંચાયત બેમાંથી કોઈ હાથ પકડવા તૈયાર નથી. જેથી િવસ્તારના લોકોને પ્રાથમિક સુિવધા તો મળતી નથી પરંતુ આરોગ્ય અને જન્મમરણના દાખલામાં પણ મુશ્કેલી રહે છે.

ભાવનગર મહાનગરપાિલકાની હદ વધારી શહેરની ભાગોળે આવેલા પાંચ ગામોને કોર્પોરેશનની હદમાં ભેળવી દીધા જેથી િવસ્તારના લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે અને આિવસ્તારનો િવકાસ કરી શકાય. પરંતુ સરકારને શહેરને અડીને આવેલો નવાબંદર િવસ્તાર દેખાયો નહી અથવા સ્થાનિક તંત્રવાહકોએ દેખાડ્યો નહીં. જેનું પરિણામ આજે પણ નવાબંદર િવસ્તારના લોકો ભોગવી રહ્યા છે. શહેરના આનંદનગર પછી આગળ જતા નવાબંદર િવસ્તારના લોકોની નહી ઘરના નહીં ઘાટના જેવી હાલત થઈ છે. નવા સિમાંકનમાં પણ કોર્પોરેશનમાં િવસ્તારનો વિવાદ ઉભો છે.

નવાબંદર િવસ્તારના લોકોને કોઈપણ સમ્યા હોય તો કોર્પોરેશન અને િજલ્લા પંચાયત વચ્ચે ઠેબા ખાય છે પરંતુ તેઓ ધક્કા ખાઈ થાકે તો પણ તેઓની સમસ્યાઓ અણઉકેલ રહે છે. કારણ કે કોર્પોરેશન અને િજલ્લા પંચાયત બન્ને નવાબંદરને અપનાવવાનો નનૈયો ભણે છે.

આંખ આડા કાન | કોર્પોરેશનમાં આખેઆખા પાંચ ગામ ભળ્યા પરંતુ એક િવસ્તાર ભળ્યો : નવાબંદર િવસ્તારના લોકોનો કોર્પોરેશન અને િજલ્લા પંચાયત બેમાંથી કોઈ હાથ પકડતું નથી: પ્રાથમિક સુવિધાથી માંડી અનેક સમસ્યા

નવા બંદરનું શું થઈ શકે ?

નવાબંદર િવસ્તારને કોર્પોરેશન િવસ્તારમાં ભેળવવા માટે કોર્પોરેશન કક્ષાએથી સરકારમાં દરખાસ્ત થાય અને સરકાર જાહેરનામું બહાર પાડી વિસ્તારનો સમાવેશ કરી શકે. જે માટે રસ લેવો જરૂરી છે. માત્ર ચૂંટણી સમયે મતની આવશ્યકતા માટે નવાબંદર િવસ્તારના લોકોને સુવિધાઓની હૈયાધારણા અપાય છે.

ઓરિના ચેપી રોગનો ભરડો - તંત્ર વચ્ચે બાઉન્ડ્રીના ખેલ

નવાબંદરિવસ્તારમાં તાજેતરમાં ઓરિનો ચેપી રોગ ફેલાયો હતો. ખબર પડતા કોર્પોરેશનના આરોગ્ય િવભાગનો સ્ટાફ અને ડોકટર પહોંચી ગયા. પરંતુ નવાબંદગર િવસ્તાર કોર્પોરેશનમાં નહીં આવતો હોવાથી તાત્કાલિક િજલ્લા પંચાયતના આરોગ્ય િવભાગને જાણ કરવામાં આવી તો ત્યાં પણ બાઉન્ડ્રીનો પ્રશ્ન ઉભો થયો. જોકે વહેલા મોડા સારવાર મળી પરંતુ ઓરિ જેવા ચેપી રોગમાં પણ બે તંત્ર વચ્ચે બાઉન્ડ્રીના વિવાદથી રોગ વકરી શકવાની પૂર્ણ શકયતા રહે છે. ત્યારે બાબતે તાકિદે કલેકટર દ્વારા ઉકેલ લવાય તેવી લોકમાંગ ઉઠી છે.

િવસ્તાર કોનામાં આવે ? કલેકટરે પણ માગ્યો જવાબ

તાજેતરમાંકલેકટરે લેખિતમાં કોર્પો.ને પત્ર લખી નવાબંદર વિસ્તાર કોનામાં આવે તેનું સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

કોર્પો.નીહદમાં નથી આવતું

^નવાસીમાંકન બાદ આનંદનગર પછી ખારનો અને દરબારી ભાઠો ગણાતો વિસ્તાર કોર્પોરેશનમાં આવ્યો છે પરંતુ ત્યારબાદનો વિસ્તાર કોર્પોરેશનની બાઉન્ડ્રીમાં નથી આવતો >એમ.વી.રાઠોડ,ટી.ડી.ઓ.- મ્યુ.કોર્પો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો