તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રે તાપમાન 22.8 ડિગ્રીએ આંબતા હવે ઠંડી ઓસરી ગઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ભાવનગરશહેરમાં હવે રાત્રે ઉષ્ણતામાન દિન પ્રતિદિન વધી રહ્યું છે અને શિયાળો પૂર્ણ થઇ ઉનાળાની લાંબી સિઝન શરૂ થવાના અણસાર મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 2.2 ડીગ્રી સેન્ટીગ્રેડ વધીને 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા રાત્રે શિયાળુ ઠંડીનો માહોલ પૂર્ણ થઇ ગયો છે.

ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકે આંબી ગયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે 24 કલાકના સમયગાળામાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકે આંબી ગયું હતુ. ભાવનગરમાં હવામાં ભેજનું પ્રમાણ નજીવુ઼ વધીને 21 ટકા થયું જ્યારે પવનની સરેરાશ ઝડપ પણ વધીને 16 કિલોમીટરની નોંધાઇ હતી.

આમ, ચૈત્ર માસની ગરમી આકરી બની રહેશે તેના અણસાર આપતી ગરમી હવે ભાવનગરમાં વરસવા લાગી છે.

પવનની સરેરાશ ઝડપ વધીને 16 કિ.મી. થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો