તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ધો.10 અને ધો.12ની પરીક્ષામાં કુલ 505 પરીક્ષાર્થીઓ ગેરહાજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10 અને ધો.12ની પરીક્ષામાં કુલ 505 પરીક્ષાર્થીઓ ગેરહાજર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 18 માર્ચ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષા અંતર્ગત આજે ભાવનગર જિલ્લામાં આજે ધો.12માં સામાન્ય પ્રવાહમાં બે પ્રશ્નપત્રો હતા તેમાં કુલ 505 પરીક્ષાર્થીઓ ગેરહારજ નોંધાયા હતા. આજે એક પણ ગેરરીતિ નોંધાઇ હતી. ગત તા.15 માર્ચથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં વખતે જિલ્લામાં એક પણ કોપી કેસ નોંધાયો નથી. આજે ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જેઓને સવારે એસ.પી. અને બપોરે ભૂગોળ એમ બે પેપર એક દિવસમાં આપવા પડ્યા હતા. તા.20ને સોમવારે ધો.10માં મુખ્ય ગણાતું ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવામાં આવશે.

શહેરમાં આજે સવારે ધો.12 કોમર્સનો વિષય સેક્રટેરિયલ પ્રેક્ટિસ અને વાણિજય વ્યવહારનું પ્રશ્નપત્ર હતું તેમાં જિલ્લામાં કુલ 7,460 પરીક્ષાર્થીઓ નોંધાયેલા હતા તે પૈકી 7,335 હાજર અને 125 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આજે બપોરે 3 કલાકથી ધો.12 સામાન્ય પ્રવાહમાં ભૂગોળનું પ્રશ્નપત્ર હતું તેમાં જિલ્લાભરમાં કુલ 9,175 પરીક્ષાર્થીઓ હતા તે પૈકી 8,795 હાજર અને 380 પરીક્ષાર્થીઓ ગેેર હાજર નોંધાયા હતા. આમ, આજે બન્ને પેપરમાં કુલ મળી જિલ્લામાં 505 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધો.12ના બંને પ્રવાહના આજના પેપર સામાન્ય રહ્યા હતા.

બોટાદમાં 91 પરીક્ષાર્થીઓ ગેરહાજર

ધો.12માંસવારે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહારનું પ્રશ્નપત્ર હતું તેમાં બોટાદ જિલ્લામાં 1549 પરીક્ષાર્થીઓ હાજર અને 14 ગેરહાજર રહ્યા હતા જ્યારે બપોરે ભૂગોળના પ્રશ્નપત્રમાં 1944 પરીક્ષાર્થી હાજર અને 77 ગેરહાજર રહેતા આજે કુલ 91 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

કસોટી | સોમવારે ધો.10માં મુખ્ય ગણાતું ગણિતનું પેપર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો