તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસિક ફિલ્મોમાં ‘રિયાલિટી’?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’ના સેટ ઉપર આગ લગાડવામાં આવી! હુમલો કરનારા માને છે કે ફિલ્મમાં ઐતિહાસિક તત્ત્વો સાથે છેડછાડ થઈ રહી છે.

વાત સાચી હશે, પણ યાર, અમે તો વરસોથી એવી ‘રિયાલિસ્ટિક’ ફિલ્મો જોવા માટે તરસી રહ્યા છીએ, જેમાં આવાં ‘વાસ્તવિક’ દૃશ્યો હોય...

* * *

જેમ કે, બધી ઐતિહાસિક ફિલ્મો જોઈને પહેલો વિચાર તો આવે છે કે યાર, એમના મહેલોમાં ક્યાંય બાથરૂમો નહિ હોય ?

કારણ કે તમે કોઈ ફિલ્મમાં એવો ડાયલોગ સાંભળ્યો છે ?... કે જરા રૂકિયે, હમારે જહાંપનાહ ટુવાલ વીંટ કે નહાવા બૈઠે હૈં !

* * *

અરે, મોગલ બાદશાહોની તો વીસ-પચ્ચીસ રાણીઓ હતી. પણ તમે કોઈ ફિલમમાં કોઈ નોકરના મોઢે એવો સંવાદ સાંભળ્યો ?... કે ચોકીદાર કાકા, ઈધર રાની નંબર ઓગણીસ કોન સે કમરે મેં મિલેગી ? શહેનશાહ ને ઉન કે લિયે ચાય મેં ડાલને કા ફૂદીના ભેજા હૈ...

* * *

આવી ઐતિહાસિક ફિલ્મોમાં જહાંપનાહો, બાદશાહો અને સુલતાનો યુદ્ધમાં, દરબારમાં કે પછી મુજરાઓમાં રોલા પાડતા દેખાતા હશે, પણ કોઈ ફિલ્મના એમના ખાસ ચમચાના મોઢે એવું સાંભળ્યું ?...

કે હુજુર, અબી યે પ્રોબ્લેમ કા કુછ કરના પડેગા, હોં ? કારણ કે જનાનખાને મેં કમરે બીસ હૈં, મગર બીવીયાં ચૌબીસ હૈં...

* * *

‘મુગલ-એ-આઝમ’ અને ‘તાજમહાલ’ જેવી ફિલ્મોમાં તો ઈતિહાસ કહે છે કે એમને 15-20 રાણીઓ હતી. હિસાબે મહેલમાં છોકરાં પણ 30-40 તો હશે ને ?

પણ બોલો, રિયાલિટી બતાડવા માટે ક્યારેય કોઈ ફિલમમાં એવું દેખાડ્યું છે ?... કે મહેલમાં રખડતા કોઈ ટેણિયાની છાતી પર એવું લખ્યું હોય : “યહી અસલી સલીમ હૈ ! હમારી દૂસરી કોઈ શાખા નહીં હૈ !”

* * *

‘જોધા અકબર’ ટાઈપની ફિલ્મોમાં તો લડાઈનાં મોટાં મોટાં દૃશ્યો બતાડે છે. વિશાળ ખુલ્લા મેદાનમાં સામસામે હજારો સૈનિકોને લડતા બતાડે છે.

પણ બોસ, રિયાલિટી ખાતર એટલું કેમ નથી બતાડતા ?... કે સવાર સવારના બધા સૈનિકો ‘લોટા’ લઈને આવા ઉઘાડા ખુલ્લા મેદાનમાં કેવી રીતે ‘જતા’ હતા ?

(પહેલાજ નિહલાનીએ ‘સ્વચ્છ ભારત’ ઝુંબેશ હેઠળ આવું ‘સુધારેલું’ દૃશ્ય ઉમેરવાની ફરજ પાડવી જોઈએ.)

{મન્નુ શેખચલ્લી

2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો