દેરી રોડ પર એક મહિનાથી પાણીના ચાલતા ધાંધિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાકૃષ્ણનગર દેરી રોડ પર નાથુ પંચાલના અખાડા પાસે અને આગળના ભાગે છેલ્લા એકાદ માસથી પાણીના ધાંધીયા સર્જાયા છે. ઘણા દિવસોથી પાણી તદ્દન લો પ્રેશરથી કે નહીવત અને સાવ અનિયમિત આપવામાં આવે છે.

કૃષ્ણનગર દેરી રોડ પરની પાણીની સમસ્યા અંગે મોર્પો.માં નિયમિત પાણી વેરો ભરતા રહેવાસી�ઓ ફરિયાદ કરે તો મ્યુ. તંત્રના અધિકારી�ઓ અને નગરસેવકો એકાદ બે દીવસમાં પાણી આવતું થઇ જશે તેવી માત્ર ધરપત આપે છે પણ આજ સુધી પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી અને લગીરેય ફેર પડ્યો નથી. રૂા.150થી રૂા.300 ખર્ચી પાણીના ટેન્કર મંગાવી જરૂરિયાત પૂરી કરવી પડે છે. દેરી રોડ પર કેટલાક વગવાળા અને બંગલાવાળા સીધી ઇલે.મોટર મુકી પાણી ખેંચી લે છે પણ તંત્ર કાંઇ કરતું નથી અને મૂક પ્રેક્ષક બની નિહાળે છે. હવે તો દેરી રોડ પર સપ્તાહમાં 5 દિવસ પાણી કાપ અને 2 દિવસ તદ્દન લો પ્રેશરે પાણી આવે છે. રહેવાસી�ઓ ફરિયાદ કરીને થાકી ગયા છે તો હવે મામલે ફરિયાદનો નિકાલ નહીં થાય તો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ વિસ્તારના રહેવાસી�ઓએ ચીમકી આપી છે.

ગાંધીનગર રજૂઆત કરવાની ચિમકી

નગરસેવકો- મ્યુ. તંત્રને વારંવાર ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...