કાયદાની કોસ લાગતા બાંધકામ ઉદ્યોગના પાયા ડગમગ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 26 જુલાઈ

ભાવનગરનાબાંધકામ ઉદ્યોગ પર માઠી બેઠી હોય તેમ હજુ નોટબંધીની કળ વળી નથી ત્યાં રેરા, જી.એસ.ટી. અને કોમન જી.ડી.સી.આર.ની વમળમાં િબલ્ડરો ફસાયા છે. બિલ્ડરો માટે રેરા અને જીએસટી માથાના દુ:ખાવો છે પરંતુ તેની ગંભીર અસર ગ્રાહકો પર ચોક્કસ પડશે. રેરા અને જી.એસ.ટી.ને કારણે નવા બાંધકામોના આર્થિક ભારણનો ગ્રાહકો પર બોજ વધશે. એટલે કે, બાંધકામો મોંઘા થશે.

ભાવનગરનો બાંધકામ ઉદ્યોગ નોટબંધીની થપાટ સહન કરી શકતા તેની આજે પણ અસર દેખાય છે અને ઘણા બિલ્ડીંગો, સ્કીમો સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં અને વેચાયા વગરના ખાલી પડ્યા છે. તેમાં અધુરામાં પુરૂ RERA, GST અને કોમન GDCR ભારે મુશ્કેલી સર્જી છે. નવા કાયદાઓથી બિલ્ડરોને તો િનયમોની આંટીઘૂંટી અને એકાઉન્ટીંગ, કલેરિકલ વર્ક તેમજ ટેક્ષના બોજ નીચેથી પસાર થવું પડે છે. પરંતુ આખરે તો તમામ ભારણ પ્લોટ કે બાંધકામ ખરીદનાર પર આવશે. િબલ્ડરો તો બિઝનેસ લઈ બેઠા છે જેથી સરકાર દ્વારા લદાયેલા ટેક્ષ અને અન્ય ખર્ચનો ભોગ તો સહજ રીતે લોકોએ બનવું પડશે. અને આગામી દિવસોમાં જો િનયમો સરળ કરવા સાથે ટેક્ષમાં ઘટાડો નહીં કરવામાં આવે તો નાના માણસોને ઘરનું ઘર એક સ્વપ્ન બની રહેશે.

ઘરનું ઘર માત્ર સ્વપ્ન બનશે | રેરાના ખર્ચ અને GSTના વેરાનો આર્થિક બોજ ગ્રાહકો પર લદાશે

GDCRની અસર

કોમનGDCRમાં D-1 કેટેગરીના મોટા શહરેો અને D-2 કેટેગરીના નાના શહેરો અેમ બન્ને શહેરો માટે બાંધકામ મજુરીના કાયદા એક સમાન જાહેર કરેલા હોવાથી ભાવનગર શહેરમાં આર્થિક સ્થિતિને અનુરૂપ નાના બાંધકામોની સ્કિમો તેમજ ટેનામેન્ટ તથા નાના મકાનો િવગેરે માટે વિકટ સ્થિતિ ઊભી થઈ છે કોમન GDCR નાના-મોટા શહેરોને ભારે મુશ્કેલીરૂપ સાબિત થશે. જેથી GDCRમાં ફેરફારની આશાએ ઘણા બાંધકામોનું થનારૂં િનર્માણ કાર્ય અટકાવી દેવાયું છે.

RERAની અસર

રેરાનોકાયદો લાદયા બાદ જુલાઈમાં રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ છે. પરંતુ વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી છે. રેરાને કારણે લે-ભાગુ બિલ્ડરો, ડેવલોપરો ધંધો કરી શકશે નહીં. રેરામાં રજીસ્ટ્રેશન અને કાયદાકીય વર્કને કારણે એકાઉન્ટીંગથી માંડી અન્ય ખર્ચનો બોજ સીધો ગ્રાહકો પર લદાશે. જેથી મિલ્કતોની કિંમતમાં વધારો થશે જે ગ્રાહકો પર આર્થિક ભારણ વધશે. જેથી રેરાને કારણે બાંધકામ ખરીદનારને રકમની સલામતી અને વળતર મળી રહેશે. પરંતુ મિલક્તની કિંમત વધુ ચુકવવી પડશે.

GSTની અસર

બાંધકામઉદ્યોગ પર GSTની ઘણી ગંભીર અસર પડી છે. જેને કારણે ઘણા બાંધકામો પણ ઠપ્પ થયા છે. GST કાયદામાં બિલ્ડરને 12 ટકા ટેક્ષ તેમજ બાંધકામમાં એગ્રીમેન્ટ ઉપર બિલ્ડરને 18 ટકાના દરે GST લાગતો હોવા ઉપરાંત મજુરીકામ ઉપર પણ 18 ટકા ટેક્ષ લાગતો હોવાથી બાંધકામ ઉદ્યોગ પર GSTથી કુલ ટેક્ષનું ભારણ ખૂબજ વધ્યું છે. બાંધકામના મજુરો અભણ અને િબનકુશળ હોવા છતાં તેની પર 18 ટકા GST અને સિરામીક સહિત અન્ય સ્કિલ લેબર પર માત્ર 5 ટકા GST લાદયો છે. જેથી બાંધકામના મજુરોનો ઈનપુટ ક્રેડીટ બિલ્ડરોને મળવી મુશ્કેલ છે ત્યારે તે ટેક્ષ પણ બિલ્ડરો સામાન્યત: િમલ્કતની િકંમતમાં સમાવેશ કરે. અને તેનો બોજો પણ ગ્રાહકો પર લદાશે. જે બાબતે તાજેતરમાં િદલ્હીથી આવેલા GSTમાં જોઈન્ટ સેક્રેટરી સાથે પણ ક્રેડાઈના ચેરમેન અરવિંદભાઈ જાસોલીયા સહિતનાએ ચર્ચા કરી વાસ્વવિકતા રજૂ કરી હતી.

ક્ષતિ દૂર કરવા રજૂઆત કરાઈ

^કોમનGDCR અને GSTને કારણે બાંધકામ ઉદ્યોગને મુશ્કેલી છે જે માટે ભાવનગર કૃષ્ણનગર, ટી.પી. સ્કીમ અને શહેરની આર્થિક ક્ષમતા, બાંધકામ કલ્ચરને અનુરૂપ GDCRમાં સુધારો કરવા તેમજ GSTમાં મજુરીકામ પર 18% ટેક્ષમાં પણ ફેરફાર કરવા સ્થાનિક કક્ષાએ અને રાજ્ય સરકારમાં ક્રેડાઈ તેમજ પિએટા દ્વારા રજૂઆત કરાઈ છે. જેમાં હકારાત્મક અભિગમ દાખવેલ છે. >ઈન્દુભાગોહિલ, પ્રમુખક્રેડાઈ ભાવનગર

રેરા, જીએસટી અને કોમન GDCRની બાંધકામ ઉદ્યોગ પર િવપરીત અસર : કાયદાની આંટીઘૂંટીમાં ફસાયા બિલ્ડરો

અન્ય સમાચારો પણ છે...