3000થી વધુ ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં થશે આચાર્યની ભરતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 26 જુલાઈ

આગામીદિવસોમાં ભાવનગરની 45 જેટલી અને ગુજરાત રાજ્યની 3000 જેટલી ગ્રાન્ટડે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા�ઓમાં આચાર્ય ભરતીની પ્રક્રિયાનો આરંભ થશે.

ગુજરાત સરકાર દ્વારા થોડા વર્ષ પહેલા ગ્રાન્ટેડ શાળા�ઓમાં આચાર્યની ભરતીની તમામ સત્તા�ઓ સંચાલક મંડળ પાસેથી આંચકી લઇ પોતાની પાસે લઇ લીધા બાદ ભરતી તો સરકારે શરૂ કરી પણ સંચાલક મંડળ દ્વારા એક પણ આચાર્યને હાજર કરવામાં આવતા લાંબા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં 45થી વધુ અને ગુજરાત રાજ્યની 3000થી વધુ ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં રેગ્યુલર પ્રિન્સિપાલની જગ્યા વણપુરાયેલી છે. સંજોગો લાંબો સમય રહેતા આખરે તો શાળા�ઓની ગુણવત્તામાં અવળી અસર પડવાનો આરંભ થઇ ગયો હતો. આથી સરકારે મધ્યમ માર્ગી નિર્ણય લઇ કમિટિ રચી તેમાં સંચાલક મંડળના પ્રતિનિધિ�ઓને સ્થાન આપી આચાર્યની ભરતી શાળા લેવલેથી કરવાનો નિર્ણય કર્યો છે.

ભરતીની પ્રક્રિયામાં રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે તે સ્કૂલોમાં આચાર્યની જગ્યા ખાલી હશે તેની જિલ્લાવાર યાદી જાહેરાત સ્વરૂપે આપશે અને ત્યાર બાદ અરજી�ઓ મંગાવવામાં આવશે. લાયક ઉમેદવારોના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તેમાં પ્રથમ 15ની યાદી સ્કૂલને આપવામાં આવશે. ઉમેદવારોના આચાર્ય ભરતી માટે રચાયેલી પાંચ સભ્યોની કમિટિ દ્વારા ઇન્ટરવ્યૂ લેવાશે અને પસંદગી કરવામાં આવશે. આમ, લાંબા સમય બાદ ભરતી બાબતે સરકાર અને સંચાલકો વચ્ચે પડેલી મડાગાંઠ ઉકેલાતા ગ્રાન્ટેડ શાળા�ઓમાં આચાર્યની ભરતી શરૂ થશે.

માર્ક ગણવાના

માળખામાં ફેરફાર

અગાઉઉમેદવારના પસંદગી માટે માર્ક ગણવાની પદ્ધતિ હતી તેમાં 70 માર્ક એચ-ટાટના અને 30 માર્ક શૈક્ષણિક લાયકાતના રહેતા પણ હવે નવી પદ્ધતિ પ્રમાણે શૈક્ષણિક લાયકાતના 40 માર્ક અને એચ-ટાટના 60 માર્ક ગણવામાં આવશે.

સંચાલક મંડળના બે સભ્ય કમિટિમાં હશે

^આચાર્યનીભરતી માટે ઇન્ટરવ્યૂ લેવા અને પસંદગી માટે જે કમિટિ સ્થાનિક સ્તરે રચવામાં આવશે તેમાં બે સભ્યો સંચાલક મંડળના રહેશે તો બે સભ્યો ડીઇ�ઓ અને ડિઇ�ઓના પ્રતિનિધિ એમ રહેશે. તો એક સભ્ય મેનેજમેન્ટ અને ડીઈઓ સાથે મળી નક્કી કરે તે કેળવણીકાર હશે. આમ પાંચ સભ્યોની કમિટિ હશે. >કે.એ.બુટાણી, સભ્ય,શિક્ષણબોર્ડ

શિક્ષણ વિભાગે સંચાલકોને આચાર્યની ભરતી માટે સાથે જોડતા આખરે મડાગાંઠ ઉકલી

અન્ય સમાચારો પણ છે...