તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્રામાં 25 MLD ક્ષમતા ધરાવતો ફિલ્ટર પ્લાન્ટ બનશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |21 માર્ચ

શહેરનાચિત્રા વિસ્તારમાં ફિલ્ટર પાણીની સુવિધા મળી રહે તે માટે 25 MLD ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટની મંજુરી આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં અાવશે, જેમાં સાતેક કરોડનો ખર્ચ થવાની ધારણા છે, અાગામી મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ રૂપિયા 17.66 કરોડના કામોને બહાલી આપવા ચર્ચા વિચારણા કરવામાં આવશે.

મ્યુ. કોર્પો.ની સ્ટેન્ડિંગ કમિટી તા. 27, સોમવારે સ્ટેન્ડિંગ કમિટી મળશે, જેમાં 71 પૈકી 32 કામો રોડના છે !! જુદા જુદા કામો અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં કોર્પોરેશનની હદમાં આવતા જિલ્લા પંચાયત હસ્તકના માર્ગોને સંભાળવાની મંજુરી અાપવામાં અાવશે. ઉપરાંત બાલાજી હનુમાનજી મંદિરથી એરપોર્ટ સુધીના રોડ પર સેન્ટર ડિવાઇડરમાં રસ્તાની શોભા વધે અને ડીવાઇડરમાં લીલા છોડ તથા ફુલ-ઝાડ મહેંદી, વૃક્ષો વાવવા અને ઉછેર કરવા માટે પાંચ વર્ષ માટે મેઇન્ટેનન્સ અને જાળવણી કરવા ન્યુક્લિયર પાવર કોર્પોરેશનને સોપવા નિર્ણય કરાશે.

મંજુરીમાં 50 ટકા રોડના કામો

શાળાના બાળકોને

ગણવેશ તથા કીટ

મ્યુ.શાળાઓમાં અભ્યાસ કરતા નિરાધાર, માનસીક શારિરીક રીતે વિકલાંગ 1297 બાળકોએ ગણવેશ સહાય તેમજ કીટ સહાય સહિત વિદ્યાર્થી દીઠ રૂપિયા 650 લેખે રૂપિયા 8.43 લાખ ચૂકવવાનો નિર્ણય પણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવશે. વધુમાં રમત ગમતના સાધનો માટે શાળા દિઠ રૂપિયા 1800 ચૂકવવા નિર્ણય કરાશે.

િજલ્લા પં. હસ્તકના માર્ગો કોર્પો. સંભાળશે

71 ઠરાવોની સ્ટેન્ડિંગ કમિટીમાં કરાશે ચર્ચા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો