તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક નોંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}બહેનો માટે માતૃ સત્સંગ કાર્યક્રમ

દિવ્યજીવન સંઘ ભાવનગરના ઉપક્રમે માત્ર બહેનો માટે માતૃ સત્સંગ કાર્યક્રમ આજે સાંજે 4-30 થી 5-30 શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ બેંક ઓફ ઇન્ડીયા સામે સુભાષનગર રીંગ રોડ પર રાખેલ છે.

}દશાશ્રીમાળસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયમાં પૂ.ભદ્રાબાઇ મ.સ., પ્રમોદીનીબાઇની નિશ્રામા સવારે 7-15 થી 8 જ્ઞાન શિબિર 9-30 થી 10-30 ત્રિરંગી સામાયિક આજે વ્યાખ્યાન બાદ આરાધના તારાબેન ભાયાણી તરફથી છે. પૂ.ગીતાબાઇ મ.સ.ઠા.4 ભરતનગર ઉપાશ્રયે બિરાજે છે. પૂ.પીયુષાબાઇ મ.સ.વિઠ્ઠલવાડી ઉપાશ્રયે બિરાજે છે.

}ભગવાનઝુલેલાલની જન્મજયંતિ ઉજવાશે

ભગવાનઇષ્ટદેવ ઝુલેલાલની જન્મજયંતિ તા.29 બુધવારના રોજ નવજવાન સિંધી સેવા મંડળ ગ્રાઉન્ડ સિંધુનગર ભાવનગરમાં સિંધુનગર સિંધી પંચાયતો તથા ચેટીચંટ ઉત્સવ સમિતિ તરફથી ઉજવવામાં આવશે. નિમિતે નવજવાન સેવા મંડળના ગ્રાઉન્ડમાં તા.29 રાત્રેના 8 કલાકે મહાપ્રસાદ સિંધી સમાજના બહેનો, ભાઇઓ તેમજ આમંત્રીતો માટે યોજેલ છે.

}અધ્યાત્મવિદ્યામંદિરમાં છાન્ગ્યોપનિષદ પ્રવચન

પૂ.સ્વામીનીતત્પરાનંદજી તા.22,23 સાંજે 6 થી 7 અનુભૂતિ પ્રકાશ અંતર્ગત છાન્ગ્યોપનિષદ પર પ્રવચન અધ્યાત્મ વિદ્યામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં સંસ્કાર મંડળ પાસે રાખેલ છે.

મીિટંગ-બેઠક

}વિવિધ ગૃપની મીટિંગ

તા.23ગુરૂવારે બપોરશે 4 કલાકે મીટિંગ છે. જેમા વન મીનીટ ગેમ તથા ડો.રાધિકા મુખર્જીનો વાર્તાલાપ રાખેલ છે. જે બહેનોના ડોકયુમેન્ટસ બાકી હોય તેને લેતા આવવા.

}સિધ્ધપુરસંપ્રદાય ઔ.બ્રા.જ્ઞાતિ નિર્મળનગર

ટ્રસ્ટીતથા કારોબારી સભ્યો તા.23 ગુરૂવારે અગત્યની મીિટંગ સાંજે 5 કલાકે નિર્મળનગર વાડીએ રાખવામાં આવેલ છે.

}સંસ્કારભારતીની મીિટંગ

આગામીવર્ષ પ્રતિપદાના કાર્યક્રમ ભાવનગર અને સોમનાથ પ્રભાસોત્સવના આયોજન અંગેની મીટિંગ તા.22ના રાત્રે 8 કલાકે નીતિન દવે જેસીઝ ભવનની બાજુમાં શિવાજી સર્કલ પાસે રાખેલ છે.

}વિસાપાલીવાળ બ્રાહ્મણ જાની પરિવાર

પડવામુકામે હવનના આયોજન માટે તા.26 રવિવારના રોજ હરીહરભાઇ કુબેરદાસ જાની સી 1190 દર્શન ડેરીની સામેનો ખાંચો કાળીયાબીડ ભાવનગર મુકામે મીટિંગ રાખેલ છે.

િજલ્લાનોંધ

}ભાનુબેન સોલંકીનું ચક્ષુદાન કરાયુ

તા.19/3ના રોજ સ્વ.ભાનુબેન છગનલાલ સોલંકી (ઉ.વ.78) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.યોગેશભાઇ ઉપાધ્યાયે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન સર ટી.હોસ્પીટલ ભાવનગર મોકલી આપેલ છે.

}ધોળીબેનમોરીનું ચક્ષુદાન કરાયુ

તા.20/3ના રોજ સ્વ.ધોળીબેન જોરસંગભાઇ મોરી (ઉ.વ.60) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.પ્રશાંત આસ્તિકે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન સર ટી.હોસ્પીટલ ભાવનગર મોકલી આપેલ છે.

}એમ.જે.કોલેજઓફ કોમર્સ

બી.કોમસેમે 1 (ન્યુ સીબીસીએસ) 16-17ની પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે. તો દિ.3માં હોલ ટીકીટ સાથે રાખીને વિદ્યાર્થી શાખામાંથી માર્કશીટ 11 થી 2માં મેળવી લેવી. વધુ એસ.વાય અને ટીવાય બીકોમ માર્ચ, એપ્રિલ 17 વાર્ષિક પધ્ધતિની પરીક્ષા જે તા.27-3થી શરૂ થાય છે. જેની હોલ ટીકીટ યુની.ની વેબસાઇટ પરથી ડાઉનલોડ, પ્રિન્ટ કાઢી કોલેજમાં સહી સિક્કા કરાવી જવા.

વિવિધકાર્યક્રમ

}ટોકન દરે એક્યુપ્રેશર સેવાનો લાભ

મંગલચેરિ.ટ્રસ્ટ દ્વારા સોમ થી શનિમાં સાંજે 4 થી 6 આયુર્વેદિક ડોકટરની સેવા, રૂ.5ના ટોકન દરે એક્યુપ્રેશર સેવા, આંખના મોતિયાના ઓપરેશન, તાપીબાઈ હોસ્પિટલના સહયોગથી હરસ, મસાના ઓપરેશનો મંગલ આરોગ્ય મંદિર,મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઈજી-24, સોમનાથ મંદિર પાસે કરાવી આપવામાં આવશે.

}શુભમએકેડમી નારીમાં બહેનોના તાલીમ વર્ગ

એપ્રિલ17થી ફ્રી બ્યુટી પાર્લર અને ડ્રેસ મેકીંગના 4 માસના તાલીમવર્ગો આયોજીત થનાર છે. રસ ધરાવતા 15 વર્ષના બહેનોએ ગોરધનભાઇ ઝાઝડીયાનુ મકાન નવાપરા અખાડાની બાજુમાં 1 થી 3માં ભારતીબેન મકવાણાનો સંપર્ક કરી નામ નોંધાવી દેવા.

}બહેનોમાટે વિવિધ તાલીમ વર્ગો

શુભમઅને દ.વો.ન.સંઘના સંયુકત ઉપક્રમે એપ્રિલ 17થી ફ્રી ડ્રેસ મેકીંગ અને બ્યુટી પાર્લરના ત્રિમાસીક તાલીમ વર્ગો આયોજીત થનાર છે. રસ ધરાવતા 15 વર્ષના બહેનોએ શીવણવર્ગ, જૈન કન્યાશાળા સામે ટાઇટન શો-રૂમ ઉપર ઘોઘા દરવાજા ખાતે 3 થી 6માં રેખાબેન પારેખનો સંપર્ક કરી નામ નોંધાવી દેવા.

}હૃદયરોગ,કેન્સરનાદર્દી માટે ફ્રીમાં સીડી વિતરણ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થોના સહયોગથી હૃદયરોગના દર્દીઓને તથા કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે સોમથી શનિ સવારે 10 થી 12 ડો.મનુભાઇ કોઠારીની સીડી આપવામાં આવશે.ફોન 2210551.

}શિશુવિહારબુધસભા

શિશુવિહારસંસ્થામાં સપ્ટેમ્બર 1980થી મળતી શિશુવિહાર બુધસભા કવિઓની 1906મી બેઠક ગુજરાતી સાહિત્ય જગતના મૂર્ધન્ય કવિ, લેખક અને નાટયકાર સ્વ.ચિનુ મોદીને શબ્દાંજલી હિમલ પંડયા દ્વારા થશે. તા.22 સાંજે 6-30 કલાકે વાનપ્રસ્થભવનમાં મળશે. કવિ મિત્રોએ પધારવુ.

}મહિલાસેવા સમાજ આંબાવાડી

સંસ્થામાંબહેનો ગૃહિણી, બાળકો માટે વિવિધ વર્ગો ચાલે છે. જેમા શિવણ, ડ્રેસ, ફોલ છેડા સાથે દરેક જાતના ભરત અને 50 ટકાના રાહતદરે ફેશન, કોસચ્યુમ ડીઝાઇનનો કોર્સ, કોમ્પ્યુુટરમાં પણ રાહતદરે સીસીસી, ટેલી કોર્સ, ફીટનેશ તા.15-4ના પાર્લરનો વર્કશોપ છે. મે મહિનામાં નેચરોપથીનો કોર્સ શરૂ થશે. બાળકો માટે ચિત્ર, યોગ, સંગીત, નૃત્ય વિ.ચાલે છે.3 થી 5માં સંસ્થામાં સંપર્ક કરવો.

}નવગામભાવસાર જ્ઞાતિ

જેજ્ઞાતિજનોએ મસાલા બુકીંગ કરાવેલ હોય તેને મસાલા વિતરણ તા.22-3 સાંજે 5 થી 7 જ્ઞાતિની વાડીએ રાખેલ છે.

}વિનામૂલ્યેચાલતા અભ્યાસક્રમોમાં ફ્રી પ્રવેશ

ભાવનગરમાંવસતા બીપીએલ કાર્ડ ધારકો એસસી, એસટી તથા જનરલ વિદ્યાર્થી સરકાર દ્વારા અભ્યાસક્રમો જેવાકે હાર્ડવેર નેટર્વકીંગમાં વિનામૂલ્યે જોડાવા દિ.2માં જરૂરી આધારો સાથે પ્લેનેટ વિદ્યા મોઢ મહોદય 2 જો માળ ચંદ્રેશ્વર મહાદેવ સામે મેઘાણી સર્કલ સંપર્ક કરવો.

}સરદારપટેલ સ્નાતક મિત્ર મંડળ

સરદારપટેલ સ્નાતક મિત્ર મંડળ દ્વારા સમસ્ત લેઉઆ કડવા પટેલ સમાજના વેવિશાળ ઇચ્છુક કુવારા, વિધુર, છુટાછેડા વિ.તમામ યુવક, યુવતીઓ માટે પરિચય પત્રીકા તૈયાર થઇ રહેલ છે. જેમા નામ નોંધાવવા ઇચ્છતા લોકોએ સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ 771 વિજયરાજનગર યુની. ગેઇટ સામે ભાવનગર સવારે 10 થી 5 ફ્રીમાં ફોર્મ ભરાશે.

}ગોર્વધનનાથજીહવેલીમાં તબીબી સેવા અપાશે

પરીમલહવેલીના પ્રાંગણમાં એમ.કે.મણીયાર સાર્વજનીક દવાખાનામાં સોમવારથી શનિવાર સવારે 9-30 થી 10-30 તેમજ સાંજે 5-30 સુધી નિષ્ણાંત ડોકટર દ્વારા તબીબી સેવા અપાશે.

}મુંઝવતાપ્રશ્નોના નિરાકરણનો કાર્યક્રમ

સત્યશોધક કેન્દ્ર ભાવનગર દ્વારા ફ્રીમાં માનવીના વિવિધ મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટેના કારણો અને નિવારણનો કાર્યક્રમ રોજ સવારે 11 થી 1 સુધી 6 સ્વસ્તીક કોમ્પલેક્ષ ડોન ખાતે યોજાશે.

}ન્યુરિદ્ધિ સિદ્ધિ જૈન સોસાયટી ભરતનગર

પૂ.મુનીરાજશુભંકર વિ.મ.સા ચૈત્ર વદ 7ની પુણ્યતીથી નિમિતે ભરતનગરમાં શેષ વિતરણ તથા જીવદયામાં પારેવાને ચણ, કુતરાને રોટલા, ગાયોને ખડ નાખવાના આયોજનમાં લાભ લેવા અરૂણ રાણપુરા 9377688644, નલીન વોરા 9374727297નો સંપર્ક કરવો.

}દાંતનારોગોની ફ્રી તપાસ

વી.સી.લોઢાવાળાહોસ્પીટલ ખાતે દર બુધવારે દાંતના ડોકટર સવારે 9 થી 1 દાંતના રોગોની ફ્રીમાં તપાસ કરશે. કેમ્પમાં આવેલ દર્દીને તદ્દન રાહતદરે ચોકઠા કરી આપવામાં આવશે.

}ડીપોઝીટથીમેડીકલ સાધનો વાપરવા અપાશે

પી.એન.આરસોસાયટી હોસ્પીટલમાં ઘરે ઉપયોગ કરવા ડીપોઝીટથી દર્દીને એરબેડ, વોટરબેડ, વ્હીલચેર, ફાઉલર બેડ, વોકર, બેડપાન, યુરિનલ પોટ વિ.સાધનો વાપરવા મળશે ફોન 2431150

}ગોઠણનાદુખાવાનુ વિનામૂલ્યે નિદાન કરાશે

ગોઠણનાદુખાવા માટે ઓપરેશન વગર સારવાર, કૃત્રીમ હાથ, પગ, ડાયાબીટીશના દર્દીઓ માટે ખાસ બુટ, પોલીયો , બીજી અપંગતા માટે કેલીપર અને સ્પ્લીન્ટ વિ.માટે ફ્રી નિદાન દર મંગળવારે પી.આર.વધાર કૃત્રિમ હાથ પગ કેન્દ્ર બહેરા મુંગા શાળા 51 વિદ્યાનગર ખાતે કરાશે

}વિનામૂલ્યેમોતીયાના ઓપરેશન કરાશે

પીએનઆરહોસ્પીટલ અંધશાળા કેમ્પસ વિદ્યાનગર ભાવનગર ખાતે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી રોજ મોતીયાના ઓપરેશન નિષ્ણાંત ડોકટરો દ્વારા મફત કરી આપવામાં આવશે.જાહેર જનતાએ લાભ લેવો. ફોન 0278 2431150

}પી.એન.આરહોસ્પીટલમાં દાંતની ફ્રી તપાસ

પી.એન.આર.હોસ્પીટલ અંધશાળા કેમ્પસ વિઘાનગર ખાતે દાંતના ડોકટર શુક્રવારે દાંતની તપાસ વિનામૂલ્યે કરી આપશે.

}યોગતથા પ્રાણાયામનો નિ:શુલ્ક વર્ગ

યોગતથા પ્રાણાયામનો િન:શુલ્ક વર્ગ તા.22, 23, 24 બુધવાર-ગુરૂવાર-શુક્રવારના સાંજે 6 થી 7-30 કલાકે ડો.ઉપેન્દ્રભાઈ દવે, પ્લોટ નં.1114, કુશ, તેલઘાણી પાછળ ભાણીમા કન્યા છાત્રાલય વાળી ગલી હનુમાનજીના મંદિર સામે રાખેલ છે.

}પેટનારોગોની હોમિયોપેથી સારવાર

સ્વામીવિવેકાનંદ હોમિયોપેથી મેડીકલ કોલેજ હોસ્પીટલ દ્વારા સંચાલીત સંસ્થાની ઓપીડી સીદસર ખાતે તા.22 બુધવારે સવારે 9 થી 6 પેટના રોગો માટે નિષ્ણાંત ટીમ દ્વારા સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે.

શૈક્ષણિકનોંધ

}સ્વામીનારાયણ હાઇસ્કૂલ સરદારનગર

ધો.10માંઅભ્યાસ કરતા સા.શૈ.પ.વ. કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓએ નોન ક્રિમીનલ સર્ટી કઢાવવા ઇચ્છતા હોય તો દિ.5માં કાર્યાલયમાંથી ફોર્મ મેળવી લેવા.

}દોલતઅનંત વળીયા હાઇસ્કૂલ

સ્વચ્છતાઅભિયાન અંતર્ગત શાળાની એનએસએસ યુનિટની નિયમિત પ્રવૃતિના ભાગરૂપે એક દિવસીય કેમ્પનુ આયોજન ભાવનગર એસ.ટી.બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાય ગયેલ કેમ્પની અંદર શાળાની ધો.11ની બહેનોએ સફાઇ કરેલ.

}શેઠટી.બી.જૈન ગર્લ્સ હાઇસ્કૂલ

શાળાનીધો.10,12ની વિદ્યાર્થીની બહેનોને નોન ક્રીમીલેયર સર્ટી માટેના ફોર્મ તા.30-3 સુધીમાં સવારે 9 થી 12માં શાળામાંથી મેળવી લેવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો